Bharuch : અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ, 4 લોકોના મોત, જુઓ Video

| Edited By: | Updated on: Dec 03, 2024 | 3:25 PM

ગુજરાતમાં કેટલીક વાર બ્લાસ્ટની ઘટના સામે આવતી હોય છે. ત્યારે  ભરૂચના અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટની ઘટના બની છે. બ્લાસ્ટમાં નજીકમાં કામ કરી રહેલ 4 કામદારોના મોત થયા છે.

ગુજરાતમાં કેટલીક વાર બ્લાસ્ટની ઘટના સામે આવતી હોય છે. ત્યારે  ભરૂચના અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર બ્લાસ્ટ થયો તે જગ્યાની  નજીકમાં કામ કરી રહેલા 4 કામદારના મોત થયા છે. એમ. ઇ. પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતાં બ્લાસ્ટ થયાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે. જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા તાત્કાલિક પોલીસ GIDC એટલે કે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાની IOCLમાં થયો હતો બ્લાસ્ટ

બીજી તરફ વડોદરામાં થોડા દિવસ પહેલા IOCLમાં બ્લાસ્ટની ઘટના બની હતી. બ્લાસ્ટની ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યાં હતા. આ સમગ્ર ઘટનાની  તપાસ હાથ ધરવામાં આવી હતી. જેના પગલે 11 અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ સમિતિએ અધિકારીઓને જવાબ માટે બોલાવ્યા હતા. iocl ડાયરેક્ટર, ચીફ કન્ટ્રોલર, સાઇટ કંટ્રોલરની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આસિસ્ટન્ટ કમાન્ડન્ટ CISF, પ્રાદેશિક અધિકારી GPCBને જવાબ માટે બોલાવ્યાં હતા

Published on: Dec 03, 2024 03:19 PM