Dhirendra Shastri: સુરતમાં બાબાના દિવ્ય દરબાર પહેલા તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ, જુઓ Video

|

May 25, 2023 | 10:41 PM

સુરતમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. સુરક્ષાની વાત હોય કે વ્યવસ્થા તમામને લઈ કામગીરી આયોજકો દ્વારા કરવામાં આવી છે. ત્યારે આગામી કાર્યક્રમ સુરતના શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવી આશા આયોજકો વ્યક્ત કરી રહ્યા છે.

સુરતમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાશે જેને લઈ તૈયારીઓ કરી દેવામાં આવી છે. બાબાના દિવ્ય દરબાર પહેલા આયોજકોએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. ખાસ કરીને જ્યારે બાબાને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે ત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે આયોજકોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી. જેમાં સુરક્ષાઓના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

આ પણ વાંચો : બાબા બાગેશ્વરના સ્વાગત માટે અમરાઇવાડીમાં તડામાર તૈયારીઓ, જુઓ Video

પત્રકારો સાથેની વાતચીતમાં ધારાસભ્ય સંગીતા પાટીલે શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમ પૂર્ણ કરવાનો આશાવાદ રજૂ કર્યો હતો. ગુજરાતની ધરતી પર ઉતરતા બાબા બાગેશ્વરે હિન્દુત્વનો એજન્ડા સ્પષ્ટ કરી દીધો છે. સનાતનીઓને એક થવાની હાંકલ કરતા બાબાએ કહ્યું કે સનાતન ધર્મ માટે લડનારાનો સાથ આપો. સનાતન ધર્મ માટે જાગવાનો સમય આવી ગયો છે. તેમણે જાતિવાદમાંથી બહાર આવી હિન્દુ રાષ્ટ્ર માટે એક થવાની હાંકલ કરી. તેમણે અયોધ્યા બાદ મથુરાની વાત કરતા કહ્યું કે હવે ભાગવાનો સમય નથી એક થઈ હિન્દુત્વ માટે લડવાનો સમય છે. આ તમામ વાત વચ્ચે હવે બાબા બાગેશ્વરનો સુરત ખાતે કાર્યક્ર્મને લઈ તૈયાઋ અને પોલીસ સુરક્ષા કડક કરવામાં આવી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:35 pm, Thu, 25 May 23

Next Video