Rajkot : સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખૂશખબર, બેડી માર્કટિંગ યાર્ડના સતાધીશોએ બેઠકમાં લીધો મોટો નિર્ણય

Rajkot : સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખૂશખબર, બેડી માર્કટિંગ યાર્ડના સતાધીશોએ બેઠકમાં લીધો મોટો નિર્ણય

| Edited By: | Updated on: Sep 18, 2022 | 12:46 PM

બેડી માર્કટિંગ યાર્ડમાં બોર્ડ ડિરેક્ટરોની બેઠકમાં ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો સીધો લાભ સૌરાષ્ટ્રના (Saurashtra) ખેડૂતોને થશે.

રાજકોટના (Rajkot) બેડી માર્કેટિંગ યાર્ડમાં હવે ખેડૂતોની (Farmer) મહેનત પર પાણી નહીં ફરે. જી હા, કમોસમી વરસાદથી યાર્ડમાં રહેલી ખેડૂતોની જણસ પલળી જતી હતી. જોકે યાર્ડ સત્તાધીશોએ રૂપિયા 8 કરોડના ખર્ચે નવો શેડ બનાવવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં જૂના યાર્ડના શેડમાં (Bedi market yard) પણ સુધારો કરવામાં આવશે. જેથી ચોમાસા કે કમોસમી વરસાદમાં (Rain)  ખેડૂતોનો પાક નહીં પલળે. સાથે જ બંને માર્કેટિંગ યાર્ડ નજીક પેટ્રોલ પંપ પણ બનાવાશે. જેથી ખેડૂતોને હાલાકીનો સામનો નહીં કરવો પડે.

શેડના અભાવે ખેડૂતોનો મહામૂલો પાક નાશ પામતો હતો

મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી શેડના (Shade)  અભાવે ખેડૂતોનો મહામૂલો પાક પલળી જતો હતો અને જગતના તાતને આર્થિક નુકસાન સહન કરવું પડતું હતું, ત્યારે બોર્ડ ડિરેક્ટરોની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો સીધો લાભ સૌરાષ્ટ્રના ખેડૂતોને થશે.

ભારે વરસાદના પગલે ખેડૂતોના પાકને નુકશાન

અમરેલી (Amreli) જિલ્લામાં ભારે વરસાદના (Heavy rain) કારણે ખેડૂતોને મોટે પાયે નુકસાન થયુ છે. શેત્રુજી નદી અને ગાગડીયા નદી બે કાંઠે થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. લીલીયા તાલુકાના 14 ગામ, સાવરકુંડલાના 7 ગામમાં મોટાપાયે નુકસાન થયુ છે. પોતાના વિસ્તારના ખેડૂતોને થયેલા નુકસાનને કારણે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત (MLA Pratap dudhat) પણ સક્રિય થઇ ગયા છે અને તેમને મુખ્યમંત્રીને પત્ર લખીને નુકસાનનો સર્વ કરી ખેડૂતોને સહાય આપવા માગ કરી છે.

Published on: Sep 18, 2022 12:44 PM