ડાંગમાં વરસાદના કારણે સોળે કળાએ ખીલી પ્રકૃતિ, ગીરા ધોધના નયનરમ્ય દ્રશ્યો આવ્યા સામે, જુઓ Video
વરસાદના કારણે વનરાજી ખીલી ઉઠતા ડાંગ અને સાપુતારની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા છે. ડાંગનો ગીરાધોધ અને આસપાસ વહેતા ઝરણા અને નદીઓ હાલ અહીં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેંદ્ર બન્યા છે.
Dang : સૌરાષ્ટ્રથી (Saurashtra) લઈ દક્ષિણ ગુજરાત સુધી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં (Saputara) પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા આહલાદક વાતાવરણ સર્જાયું છે. ઉપરવાસ અને ડાંગ જિલ્લામાં વરસી રહેલા વરસાદના પગલે વઘઈ પાસે આવેલો ગીરાધોધ સંપૂર્ણ સક્રિય થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે.
આ પણ વાંચો Gujarati Video : સાપુતારામાં સતત ચોથા દિવસે પણ વરસાદ વરસ્યો
ધોધ અને તેની આસપાસના વિસ્તારના ડ્રોન કેમેરામાં કેદ કરાયેલા દ્રશ્યોમાં ચારેકોર લીલાછમ્મ દ્રશ્યો જોવા મળ્યા છે. વરસાદના કારણે વનરાજી ખીલી ઉઠતા ડાંગ અને સાપુતારની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા છે. ડાંગનો ગીરાધોધ અને આસપાસ વહેતા ઝરણા અને નદીઓ હાલ અહીં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેંદ્ર બન્યા છે.
(Input By : Ronak Jani, Dang)
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો