Aravalli: બાયડમાં ભારે વરસાદથી ખેતી-માલમિલ્કત નુક્સાન વળતર ચુકવવા MLAની માંગ, CM ને લખ્યો પત્ર, જુઓ Video

Aravalli: બાયડમાં ભારે વરસાદથી ખેતી-માલમિલ્કત નુક્સાન વળતર ચુકવવા MLAની માંગ, CM ને લખ્યો પત્ર, જુઓ Video

| Updated on: Sep 20, 2023 | 5:03 PM

બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજ્યના મુખ્યપ્રધાનને પત્ર લખીને ખેડુતોને નુક્સાન વળતરની માંગ કરી દીધી છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાને લઈ સમસ્યા સર્જાઈ છે. ખેતી ઉપરાંત માલમિલ્કતને પણ મોટા પ્રમાણમાં નુક્શાન થયુ હોવાનુ પત્ર લખીને મુખ્યપ્રધાનને જણાવ્યુ છે. આમ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુક્સાનને લઈ હવે વળતરની માંગ કરવામાં આવી છે.

અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે જિલ્લામાં અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા. બીજી તરફ ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાઈ જવાને લઈ ખેતીમાં નુક્સાનની સ્થિતિ છે. અરવલ્લી જિલ્લામાં બાયડ, ધનસુરા અને મોડાસા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈ ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે. આ ખેડૂતો પહેલા વરસાદ માટે પ્રાર્થના કરતા હતા અને વરસાદ ખેંચાવાને લઈ પાક મુરઝાવા લાગ્યો હતો. પરંતુ હવે ભારે વરસાદ વરસવાને લઈ ખેડૂતોને મોટા નુક્સાનની ભીતી સર્જાઈ છે.

આ પણ વાંચોઃ Sunsar Falls: સુનસર ધોધના નયનરમ્ય નજારાને માણવા સહેલાણીઓ ઉમટ્યા, વરસાદી માહોલમાં સુંદર દ્રશ્યો સર્જાયા, જુઓ Video

બીજી તરફ બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજ્યના મુખ્યપ્રધાનને પત્ર લખીને ખેડુતોને નુક્સાન વળતરની માંગ કરી દીધી છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાને લઈ સમસ્યા સર્જાઈ છે. ખેતી ઉપરાંત માલમિલ્કતને પણ મોટા પ્રમાણમાં નુક્સાન થયુ હોવાનુ પત્ર લખીને મુખ્યપ્રધાનને જણાવ્યુ છે. આમ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુક્સાનને લઈ હવે વળતરની માંગ કરવામાં આવી છે. સાથે જ માલમિલ્કતને થયેલ નુક્સાનનુ પણ સર્વે કરીને વળતર ચુકવવા માટેની માંગ કરવામાં આવી છે.

 

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 20, 2023 04:49 PM
g clip-path="url(#clip0_868_265)">