Gujarati Video: બરોડા ડેરીના પશુપાલકોને મળી શકે ખુશ ખબર! દૂધના ખરીદ ભાવમાં થઈ શકે છે વધારો

|

May 31, 2023 | 4:06 PM

બરોડા ડેરીના પ્રમુખ ઉપ-પ્રમુખની ચૂંટણી બાદ બીજી વખત બોર્ડની બેઠક મળી હતી. જેમાં પશુપાલકોને દૂધના ભાવ વધારાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. પશુપાલકોને દૂધના ભાવ વધારા અંગે ચર્ચા થઈ હતી.

Vadodara : બરોડા ડેરીના (Baroda Dairy) પશુપાલકોને આગામી સમયમાં દૂધના ભાવમાં વધારો મળી શકે છે. AGMમાં સભાસદો સાથે ચર્ચા કર્યા બાદ પશુપાલકોને (Cattle breeders) ભાવ વધારો આપવો કે નહીં તેનો નિર્ણય લેવાશે. બરોડા ડેરીના પ્રમુખ ઉપ-પ્રમુખની ચૂંટણી બાદ બીજી વખત બોર્ડની બેઠક મળી હતી. જેમાં પશુપાલકોને દૂધના ભાવ વધારાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. પશુપાલકોને દૂધના ભાવ વધારા અંગે ઉગ્ર ચર્ચા થઈ.

આ પણ વાંચો-ભીમ અગિયારસ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવને રંગબેરંગી ફૂલોની પાંદડીના વાઘા અને મોગરાના ફૂલોનો દિવ્ય શણગાર

આ અંગે ડેરીના પ્રમુખ સતીષ નિશાળીયાએ કહ્યું કે, આગામી AGMમાં સભાસદો સાથે ચર્ચા કર્યા બાદ ભાવ વધારો આપવો કે નહીં તેનો નિર્ણય લેવાશે. સાથે જ પ્રમુખે દાવો કર્યો કે, રાજ્યની અન્ય ડેરીની સરખામણીએ બરોડા ડેરી પશુપાલકોને યોગ્ય ભાવ આપી રહી છે તો ઉપપ્રમુખ કૃપાલસિંહ સોલંકીએ કહ્યું કે મેં એક પશુપાલક અને ડિરેક્ટર તરીકે મારી લાગણી વ્યક્ત કરી છે. ગામડાની અંદર પશુપાલકોની હાલત ખૂબ કફોડી છે, પશુપાલકોના હિતમાં ભાવ વધારો મળવો જોઈએ.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video