Banaskantha : વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો Video વાયરલ, રાજકીય તર્ક-વિતર્ક શરૂ

Banaskantha : વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો Video વાયરલ, રાજકીય તર્ક-વિતર્ક શરૂ

| Edited By: | Updated on: Jun 09, 2023 | 11:21 AM

આ વીડિયો ક્યાંનો અને ક્યારનો છે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી.. પરંતુ વીડિયો તેવા સમયે વાયરલ થઈ રહ્યો છે,,, જ્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી ભાજપમાં જોડાવાના હોવાની ચર્ચા ચાલી રહી છે. તેવામાં સીએમ અને પાટીલ પણ આવતીકાલે બનાસકાંઠાની મુલાકાતે છે.. ત્યારે ગેનીબેનના આ વીડિયોને લઈ અનેક રાજકીય તર્ક-વિતર્ક જોવા મળી રહ્યા છે.

Banaskantha : ગુજરાતમાં(Gujarat)છેલ્લા કેટલાક સમયથી ભાજપના વખાણ અને પોતાની નિવેદનબાજીથી ચર્ચામાં રહેલા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર (Geniben thakor)ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.. આજે સીએમ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના બનાસકાંઠા પ્રવાસ પહેલા ગેનીબેન ઠાકોરનો એક વીડિયો(Video)સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.. વાયરલ વીડિયોમાં ગેનીબેન ઠાકોર અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીને એક જ ગાડીમાંથી ઉતરતા જોઈ શકાય છે.

આ વીડિયો ક્યાંનો અને ક્યારનો છે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી.. પરંતુ વીડિયો તેવા સમયે વાયરલ થઈ રહ્યો છે,,, જ્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી ભાજપમાં જોડાવાના હોવાની ચર્ચા ચાલી રહી છે. તેવામાં સીએમ અને પાટીલ પણ આવતીકાલે બનાસકાંઠાની મુલાકાતે છે.. ત્યારે ગેનીબેનના આ વીડિયોને લઈ અનેક રાજકીય તર્ક-વિતર્ક જોવા મળી રહ્યા છે.

વીડિયોને લઈ સવાલ એ ઉઠી રહ્યો છે કે શું ગેનીબેન ઠાકોર ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે ? આ સવાલ પણ એટલા માટે જ થઈ રહ્યો છે કારણ કે આ પહેલા ગેનીબેન ઠાકોરનો એક વીડિયો વાયરલ થયો હતો.. જેમાં તેમણે ભાજપના વખાણ કર્યા હતા.. સાંભળો તેમણે શું કહ્યું હતું.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 09, 2023 11:19 AM
Follow Us
Loading...
Unable to load recommendations.