ગુજરાત(Gujarat) સરકારના મહેસુલ વિભાગમાં(Revenue Department) મોટાપાયે ભ્રષ્ટાચારની (Corruption) બાબતો વારંવાર સામે આવતી હોય છે. આવી જ એક ઘટના બનાસકાંઠાના લાખણી તાલુકામાં સામે આવી છે. જ્યાં ભરતસિંહ ચૌહાણ નામના વ્યક્તિએ પોતાની ખેતીની જમીન બીનખેતી કરવા માટે મૂકી હતી. સોલાર પ્રોજેક્ટ અંતર્ગત પોતાની ખેતીની જમીન બીનખેતી કરવા માટે મુકતા તેઓની સંપૂર્ણ ફાઇલ હોવા છતાં તેમની ફાઈલ રિજેક્ટ કરવામાં આવી હતી. જે બાદ મામલતદાર ઓફિસ તેમજ કલેક્ટર ઓફિસના કેટલાક એજન્ટોનો સંપર્ક કરી ફાઈલ પાસ કરવા માટે નાણાં માંગ્યા હતા. તે અંતર્ગત થયેલી વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થતાં તંત્રમાં દોડધામ મચી હતી. સરકારી ઓફિસમાં ભ્રષ્ટાચાર બહાર લાવનાર અરજદાર સામે ફરિયાદ થતાં મામલો ગુજરાત હાઈકોર્ટે સુધી પહોંચ્યો છે.
કથિત ઓડિયો ક્લિપની વાતચીત
એજન્ટ -મામલતદાર હોય તો 15 થી 20 હજારનો ટાર્ગેટ,પ્રાંત આવે એટલે 50 હજારનો ટાર્ગેટ, કલેક્ટર આવે એટલે બે રૂપિયા, નગરનીયોજક આવે એટલે બે રૂપિયા આ બધી સિસ્ટમ જ છે
અરજદાર- ફિક્સ છે,
એજન્ટ – હા ફિક્સ જ છે
અરજદાર – અધિકારીઓ કોઇ અમારી સાથે વાત જ નથી કરતા
એજન્ટ- હા, ના કરે, રોજના માણસો જોડે જ ચર્ચા કરે
અરજદાર- વ્યવહાર હું તમને આપીશ પ્રાંતનો , તમારે કરવો પડશે
એજન્ટ – હા, હું જૂની શરતો પ્રમાણેનો લેટર તમારા માટે લખાઇને લાવીશ
આ પણ વાંચો : સુરત : બસને આગ લગાવવાના કેસમાં કુલ પાંચ આરોપીની ધરપકડ, એક આરોપી હજુ ફરાર
આ પણ વાંચો : ભાવનગર : નકલી સ્ટેમ્પ પેપરના આધારે નકલી ડોક્યુમેન્ટ કૌભાંડમાં બે આરોપીની ધરપકડ
Published On - 8:51 pm, Mon, 17 January 22