Banaskantha : પોલીસ કર્મી વિરુદ્ધ પત્નીએ જ ત્રાસ અને દહેજ માંગવાની ફરિયાદ નોંધાવી, તપાસ શરૂ
બનાસકાંઠાના આગથળા પોલીસ મથકે પોલીસ કર્મચારી પતિ અરજણ દેસાઈ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પતિ, સાસુ, સસરા સામે મારઝૂડ અને દહેજ માગ્યાના ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગુજરાતના બનાસકાંઠાના(Banaskantha) લાખણીના નાણી ગામની પરિણીતાએ સાસરિયા વિરુદ્ધ ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં આગથળા પોલીસ મથકે પોલીસ કર્મચારી(Police Person)પતિ અરજણ દેસાઈ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પતિ, સાસુ, સસરા સામે મારઝૂડ અને દહેજ (Dowry) માગ્યાના ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે પોલીસે ત્રણેય વિરુદ્ધ દહેજ પ્રતિબંધક અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : સરદારધામે સમાજ માટે કામ કરવાની એક પદ્ધતિ વિકસાવી : સીએમ ભૂપેન્દ્ર પટેલ
આ પણ વાંચો : Navsari: જિલ્લા પોલીસ વડાનો સપાટો, મરોલી પોલીસ સ્ટેશનના 7 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા