Breaking News : ચાંદીપુરા વાયરસનો ભય, બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ, જુઓ Video

Breaking News : ચાંદીપુરા વાયરસનો ભય, બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ, જુઓ Video

| Updated on: Aug 03, 2026 | 8:05 PM

બનાસકાંઠાના અમીરગઢ અને કાંકરેજ વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસથી બે બાળકોના મોત થયા છે. આ ઘટના બાદ આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયો છે.

બનાસકાંઠાના અમીરગઢ અને કાંકરેજ વિસ્તારમાં ચાંદીપુરા વાયરસને કારણે બે બાળકોના મોત થયાના કિસ્સા સામે આવ્યા છે, જેના પગલે સમગ્ર જિલ્લામાં ચિંતાનો માહોલ છે. આ મામલે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોગ્ય અધિકારીઓ સહિત મેડિકલ ટીમો એલર્ટ મોડમાં આવી ગઈ છે.

વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે સુનિશ્ચિત કરવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન કામગીરી ચાલી રહી છે. કાનપુરા ગામ સહિત અમીરગઢ અને કાંકરેજમાં આરોગ્ય ટીમો દ્વારા ઘર-ઘર સર્વે અને જંતુનાશક દવાનો છંટકાવ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડફ્લાય દ્વારા ફેલાય છે, જેથી સેન્ડફ્લાયનો નાશ કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

જ્યાં જ્યાં કાચા ઘરોમાં દીવાલોમાં તિરાડો છે અને જ્યાં સેન્ડફ્લાય રહી શકે તેવી શક્યતા છે, ત્યાં ડસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. કાનપુરામાં નોંધાયેલા છેલ્લા મોત બાદ અમીરગઢમાં 47 ટીમો બનાવીને સમગ્ર વિસ્તારનું સર્વેલન્સ અને સ્પ્રેઇંગ-ડસ્ટીંગની કામગીરી જોરશોરથી ચાલી રહી છે.

સુરતમાં સગર્ભા માતાના આરોગ્ય સાથે ચેડાં, માતૃશક્તિ યોજના હેઠળ એક્સપાયર્ડ કઠોળ વિતરણ ! જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.