Banaskantha : Ambaji મંદિર પ્રસાદ મામલે મોહિની કેટરર્સે તેમની સાથે ઠગાઇ થયાનો કર્યો દાવો, બિલ સાથે ઘી ખરીદ્યુ હોવાની રજૂઆત,જુઓ Video

Banaskantha : Ambaji મંદિર પ્રસાદ મામલે મોહિની કેટરર્સે તેમની સાથે ઠગાઇ થયાનો કર્યો દાવો, બિલ સાથે ઘી ખરીદ્યુ હોવાની રજૂઆત,જુઓ Video

| Edited By: | Updated on: Oct 12, 2023 | 10:21 AM

મોહિની કેટરર્સે કહ્યું કે, અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સના માલિક જનીત શાહે તેમની સાથે છેતરપિંડી કરી છે અને અસલીના નામે નકલી ઘી પધરાવી દીધું હતું. આ મામલે મોહિની કેટરર્સે જતીન શાહ સામે ફરિયાદ પણ નોંધાવી છે અને હવે જનીત શાહ સામે બદનક્ષીનો દાવો પણ કરશે.

Banaskantha : અંબાજી મંદિરના પ્રસાદમાં નકલી ઘી મુદ્દે મોહિની કેટરર્સના માલિક પોતાને નિર્દોષ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સના માલિક જનીત શાહે તેમની સાથે છેતરપિંડી કરી છે અને અસલીના નામે નકલી ઘી પધરાવી દીધું હતું. આ મામલે મોહિની કેટરર્સે જતીન શાહ સામે ફરિયાદ પણ નોંધાવી છે અને હવે જનીત શાહ સામે બદનક્ષીનો દાવો પણ કરશે.

આ પણ વાંચો-Gujarat Weather: નવરાત્રીમાં વરસાદ બગાડશે ખેલૈયાઓનો ખેલ, પહેલા અને બીજા નોરતે વરસાદની શક્યતા, જુઓ Video

મોહિની કેટરર્સનો દાવો છે કે, નીલકંઠ ટ્રેડર્સમાંથી મગાવેલું ઘી સબ સ્ટાન્ડર્ડ છે, તે તેમને ખ્યાલ જ ન હતો. એટલું જ નહિં 18 ઓગસ્ટના રોજ ફૂડ વિભાગની નિયમિત તપાસમાં તેમણે સહકાર આપ્યો હોવાની વાત પણ મોહિની કેટરર્સે કરી હતી. મોહિની કેટરર્સના જણાવ્યા પ્રમાણ ઘીની ડિલિવરી વિથ ઇન્સ્યોરન્સ હોય છે અને તેમાં 500 થી 1000 રૂપિયાનો ફરક પડતો હોય છે અને તમામ ઘી GST બિલ સાથે ખરીદ્યુ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત મોહિની કેટરર્સે એવો પણ દાવો કર્યો કે, તેમણે સાબર ડેરી સાથે કોઇ વ્યવહાર કર્યો જ નથી. તેથી સાબર ડેરી તેમની સામે કોઇપણ ફરિયાદ કરી શકે નહીં. એવો પણ દાવો કર્યો છે કે, ગુજરાતમાં અનેક જગ્યા પર જેમનું કામકાજ ચાલે છે. આ કોઇપણ જગ્યાએ ફૂડ વિભાગની કામગીરીમાં નામ સામે આવ્યું નથી.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો