Navsari શહેરમાં બનાસકાંઠા મહાસંમેલન યોજાયું, પ્રદેશ ભાજપ પ્રમુખ C R પાટીલ રહ્યા હજાર, જુઓ Video
નવસારીમાં સંસ્કાર ભરતી શાળામાં આજે બનાસકાંઠા મહાસંમેલનનું આયોજન કરાયું હતું. આ દરમ્યાન CR પાટીલે 3 હજાર લોકોને સંબોધન કર્યું હતું. આ દરમ્યાન કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગોવા રબારી સહિત બનાસકાંઠા જિલ્લાના અને ઉત્તર ગુજરાતના લોકો પણ આ દરમ્યાન ઉપસ્થિત રહ્યાં હતા. અબકી બાર 400 પારના નારા સાથે પાટીલે ભાજપને બહુમતી થી જીતાડવા હાકલ કરી હતી.
નવસારી શહેરમાં આજે બનાસકાંઠા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમ્યાન CR પાટીલે 3 હજાર લોકોને સંબોધ્યા. નબળી લોકસભા ગણાતી પાટણ લોકસભા જીતવા માટે આહ્વાન કર્યું હતું.
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગોવા રબારી સહિત બનાસકાંઠા જિલ્લાના અને ઉત્તર ગુજરાતના લોકો પણ આ દરમ્યાન ઉપસ્થિત રહ્યાં હતા. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આગામી લોકસભા માટે અબકી બાર 400 પારના નારા લગાવડાવ્યા. 50 થી વધુ આહીર સમાજના અગ્રણીઓ ભાજપમાં જોડાયા. પોતાના વક્તવ્યમાં કોંગ્રેસની અનિર્ણાયકતા સામે સવાલો ઉભા કર્યા. વડાપ્રધાને ઇઝરાયેલને દુનિયામાં સૌથી પહેલા સમર્થન કરવાની નીતિના વખાણ કર્યા.
(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)
Published on: Oct 11, 2023 09:33 PM