બનાસકાંઠાઃ ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું

|

Mar 19, 2024 | 10:24 AM

લોકસભાની ચૂંટણીને લઈ જાહેર થયેલા ઉમેદાવારોએ હવે પ્રચારનો ધમધમાટ શરુ કર્યો છે. બનાસકાંઠા બેઠક પર ચૂંટણીનો માહોલ રસપ્રદ બન્યો છે. અહીં ભાજપના ડો. રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસે વાવના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. આ દરમિયાન ગેનીબેન ઠાકોરે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી સામે નિશાન તાક્યુ છે.

લોકસભાની ચૂંટણીને લઈ જાહેર થયેલા ઉમેદાવારોએ હવે પ્રચારનો ધમધમાટ શરુ કર્યો છે. બનાસકાંઠા બેઠક પર ચૂંટણીનો માહોલ રસપ્રદ બન્યો છે. અહીં ભાજપના ડો. રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસે વાવના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. ગેનીબેન ઠાકોરે પણ પ્રચાર હવે જોરશોરથી શરુ કર્યો છે. તો બીજી તરફ ભાજપના ઉમેદવારે પણ પ્રચારનો ધમધમાટ શરુ કર્યો છે.

આ પણ વાંચો: હિંમતનગર માર્કેટયાર્ડમાં ખેડૂતોની લાંબી કતારો જામી, હોળી પહેલા ભાવો સારા મળતા ખુશી

આ દરમિયાન ડીસાના ઢેઢાલ ગામે પ્રચાર સભામાં ગેનીબેન ઠાકોરે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી સામે નિશાન તાક્યુ છે. પ્રચારમાં ફરી એકવાર શંકર ચૌધરીને નિશાન બનાવતા તીર તાકતા નિવેદન ગેનીબેને કર્યા છે. બનાસ ડેરીની કામગીરી સામે સવાલ ઉભા કર્યા હતા અને ભાજપ પર પ્રહાર કર્યા હતા. આ માત્ર રાજકીય મેળાવડા જ કરવામાં આવે છે. માત્ર ભાજપના ઝંડા જ બાંધવામાં બાકી રાખ્યા છે. અમે તો એમ કહી એ છીએ કે માત્ર ભાજપના જ પરિવારના હોય એમનું જ દૂધ લેવાનું રાખોને એટલે ખબર પડે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video