Banaskantha : બનાસ બેંકમાંથી 15 લાખ ભરેલા થેલાની ઉઠાંતરી, જુઓ Video
સહકારી મંડળીના મંત્રીની નજર ચૂકવી ગઠીયો 15 લાખ ભરેલો થેલો લઈ ફરાર થયો હોવાની ઘટના સામે આવી છે. સહકારી મંડળીના મંત્રી ખેડૂતોની ધિરાણની રકમ બેંકમાં જમા કરાવવા પહોચ્યા હતા.
બનાસકાંઠામાં ખેડૂતોના ધિરાણના નાણાં ભરેલી બેગ ચોરી થવાની ઘટના સામે આવી છે. બનાસ બેંકમાંથી 15 લાખ ભરેલા થેલાની ઉઠાંતરી થતાં ચકચાર મચી છે. કાણોઠી સેવા સહકારી મંડળીના મંત્રીની નજર ચૂકવી ગઠીયો થેલો લઈ ફરાર થયો હોવાની ઘટના સામે આવી છે. સહકારી મંડળીના મંત્રી ખેડૂતોની ધિરાણની રકમ બેંકમાં જમા કરાવવા પહોચ્યા હતા. જોકે આ દરમયના ઘટના બની હતી. જેમાં ગઠિયાઓ આ 15 લાખના માતની ચોરી કરી ફરાર થ્ય હતા.
આ પણ વાંચો : બનાસકાંઠાના ઊચોસણ ગામે તળાવમાં ત્રણ કિશોર ડુબ્યા, તળાવમાં કપડાં ધોવા ગયા હતા ત્યારે બની ઘટના
બેંક બહાર બે અજાણ્યા શખ્સો રેકી કરી રહ્યા હતા. બેંકમાં રેકી કરી થેલાની ઉઠાંતરી કરી ફરાર થવાનો પ્લાન બનાવી આ ગઠિયાઓ તમામ આવતા જતાં લોકો પર નજર રાખી રહ્યા હતા. સહકારી મંડળીના મંત્રી જેવા બેંક નજીક પહોચ્યા કે આ ગઠિયાઓએ ઘટનાને અંજામ આપ્યો હતો જેમાં ખેડૂતોના 15 લાખ ચોરાયા. આ સમગ્ર ઘટના બાદ ગઠિયો બેગ ચોરી કરીને જય રહ્યો હોય તેવા CCTV વિડીયો સામે આવ્યા છે. મહત્વનુ છે કે આ બાબતે વાવ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. 15 લાખ રૂપિયા ઉઠાંતરીની ઘટના બાદ બનાસકાંઠામાં નાકાબંધી કરી દેવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
