Banaskantha: સરકારે બે કલાક વધુ વીજળી આપવાની જાહેરાત તો કરી પરંતુ પાણી વગર વીજળી શું કામની ? ખેડૂતોએ સરકારને કર્યો સવાલ, જુઓ Video

Banaskantha: સરકારે બે કલાક વધુ વીજળી આપવાની જાહેરાત તો કરી પરંતુ પાણી વગર વીજળી શું કામની ? ખેડૂતોએ સરકારને કર્યો સવાલ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 30, 2023 | 10:10 PM

કેનાલમાં પાણી નથી તો મોટાભાગના જળાશયો અને તળાવ પણ ખાલીખમ છે. ખેડૂતોને (Farmers) રાહત મળે એ માટે સરકારે 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ ખેડૂતોના મતે પાણી વગર વીજળી આપવાની વાત નકામી છે. કારણ કે પાણીના તળ નીચા જવાથી પાણી આવતું નથી. ઉલટાનું બે કલાક વધુ વીજળી મળવાથી વીજળીનું વધારાનું બિલ આવશે અને વળી આ વીજળી કોઇ કામમાં આવવાની નથી.

સરકારે બે કલાક વધુ વીજળી આપવાની જાહેરાત તો કરી છે, પરંતુ પાણી વગર વીજળી શું કામની ? આવો સવાલ કર્યો છે બનાસકાંઠાના (Banaskantha) ખેડૂતોએ. પાલનપુર, વડગામ, અમીરગઢ અને દાંતા સહિતના વિસ્તારોમાં પાણીના તળ નીચા ઉતરી ગયા છે. કેનાલમાં પાણી નથી તો મોટાભાગના જળાશયો અને તળાવ પણ ખાલીખમ છે. ખેડૂતોને (Farmers) રાહત મળે એ માટે સરકારે 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે.

પરંતુ ખેડૂતોના મતે પાણી વગર વીજળી આપવાની વાત નકામી છે. કારણ કે પાણીના તળ નીચા જવાથી પાણી આવતું નથી. ઉલટાનું બે કલાક વધુ વીજળી મળવાથી વીજળીનું વધારાનું બિલ આવશે અને વળી આ વીજળી કોઇ કામમાં આવવાની નથી.

આ પણ વાંચો : Breaking Video: બનાસકાંઠાના પાલનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધરોઈ ડેમનું પાણી 1થી 4 સપ્ટેમ્બર સુધી નહી મળે

અગાઉ ખેડૂતોએ કરમાવત અને મલાણા તળાવ ભરવા માટે આંદોલનો કર્યા હતા, પરંતુ પાણીની સમસ્યા હજુ ઠેરની ઠેર છે. ખેડૂતોના હિત માટે વધુ બે કલાક વીજળી આપવાનો નિર્ણય તો કરાયો છે. પરંતુ સાથે સાથે પાણી આપવાની વ્યવસ્થા કરાઈ નથી, ત્યારે ખેડૂતોએ માગ કરી છે કે સરકાર ખેડૂતો માટે પહેલા સિંચાઇનું પાણી પુરૂ પાડે, પછી વીજળી આપે.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો