Banaskantha : પોલીસ કોંગ્રેસ કાર્યકરોને ખોટા કેસ કરી ફસાવે છે, ગેનીબેન ઠાકોરે કલેક્ટરને કરી રજૂઆત, જુઓ Video
બનાસકાંઠામાં એસપી વિરુદ્ધ વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કલેક્ટરને રજૂઆત કરી. કોંગ્રેસના કાર્યકર ઠાકરસિંહ રબારી પર થયેલા પ્રોહીબિશનના કેસને લઈને રજૂઆત કરી. કોંગ્રેસના કાર્યકરોને ખોટા કેસમાં ફસાવવા અને ષડયંત્ર કરવાનો એસપી પર આક્ષેપ કર્યો છે.
બનાસકાંઠામાં એસપી વિરુદ્ધ વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કલેક્ટરને રજૂઆત કરી છે. ગેનીબેને આક્ષેપ કર્યો છે કે એસપી કોંગ્રેસના કાર્યકરોને ખોટા કેસમાં ફસાવવા માટે બનાવટી કેસ ઉભા કરે છે. તેમને તાજેતરમાં કોંગ્રેસના કાર્યકર ઠાકરસિંહ રબારી પર થયેલા પ્રોહીબિશનના કેસને લઈને કલેક્ટરને રજૂઆત કરી છે. તેમને જણાવ્યું છે કે કોંગ્રેસના કાર્યકરોને ફસાવવાના કીમિયા નહીં ચલાવી લેવાય. કોંગ્રેસના કાર્યકર ઠાકરસિંહ રબારી પર પાસા થશે તો આગામી સમયમાં કોંગ્રેસ જેલ ભરો આંદોલન કરશે.
તો આ તરફ એસપીએ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના આક્ષેપો ફગાવી દીધા છે. તેમને જણાવ્યું કે પોલીસ ધર્મ, જાતિ કે રાજકીય પાર્ટીઓથી ઉપર જઈ નિષ્પક્ષતા કે તટસ્થતાથી કામગીરી કરે છે. આ સાથે તેમણે આરોપી ઠાકરશી દેસાઇ વિરુદ્ધ થયેલી ફરિયાદ વિશે માહિતી આપી કે આરોપી સામે 2005થી 2023 સુધીમાં અલગ અલગ FIR થયેલી છે. તથા આ કેસમાં પણ પોલીસ નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થશે.
બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો