Breaking News : બનાસકાંઠામાં PM મોદીના આગમનને લઈને દિવાળી જેવો માહોલ, દૂધ મંડળીઓ રોશનીથી ઝળહળી ઉઠી

Breaking News : બનાસકાંઠામાં PM મોદીના આગમનને લઈને દિવાળી જેવો માહોલ, દૂધ મંડળીઓ રોશનીથી ઝળહળી ઉઠી

| Edited By: | Updated on: Oct 30, 2026 | 8:53 AM

વડાપ્રધાન મોદીના બનાસકાંઠા આગમનને લઈને સમગ્ર જિલ્લામાં ઉત્સાહનો માહોલ છવાયો છે. દૂધ મંડળીઓ રોશનીથી ઝળહળી રહી છે, જાણે દિવાળીનો તહેવાર હોય. પશુપાલકો અને ગ્રામજનો તેમના પનોતા પુત્રને આવકારવા આતુર છે.

બનાસકાંઠા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને હાલ દિવાળી જેવો ઉત્સાહપૂર્ણ માહોલ સર્જાયો છે. ગામેગામ આવેલી દૂધ મંડળીઓ રંગબેરંગી રોશનીઓથી ઝળહળી ઉઠી છે, જે વડાપ્રધાનના સ્વાગતની ભવ્ય તૈયારીઓ દર્શાવે છે. પશુપાલકો અને ગ્રામજનો વડાપ્રધાન મોદીને આવકારવા માટે અત્યંત આતુર જોવા મળી રહ્યા છે. ગુજરાતના પનોતા પુત્રને આવકારવા માટે લોકોમાં અનેરો અને અભૂતપૂર્વ ઉત્સાહ છલકાઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે જશે. ડીસામાં વડાપ્રધાન દ્વારા હજારો કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમને લઈને સ્થાનિક પશુપાલકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેઓ વડાપ્રધાનના આગમનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. સમગ્ર જિલ્લામાં ઉત્સાહ અને આનંદનો માહોલ વ્યાપક બન્યો છે.

નવેમ્બર મહિનામાં ક્યાંય ફરવાનો પ્લાન નથી તો, રિલીઝ થનારી ફિલ્મનું લિસ્ટ ચેક કરી લો

Published on: Oct 30, 2026 08:53 AM
Follow Us
Loading...
Unable to load recommendations.