Banaskantha: ખેડૂતો વારંવાર રજૂઆત બાદ અંતે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાયુ, ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઇ

|

Jan 29, 2022 | 2:39 PM

સુજલામ સુફલામ કેનાલમાં કેનાલ બન્યા બાદ નર્મદાનું પાણી છોડવામાં આવતુ જ ન હતુ. કેનાલમાં પાણી આવશે તેવી આશાએ બેસેલા ખેડૂતોના ખેતરમાં ઘણી વાર વાવેલા પાક બળી પણ જતા હતા.

સુજલામ સુફલામ કેનાલ (Sujalam Sufalam Canal)માં નર્મદાના નવા નીર આવ્યા છે. જેને લઇને ખેડૂતો (Farmers)માં ખુશીનો માહોલ ફેલાયો છે. ગુજરાત સરકારે (Government of Gujarat)કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી સુજલામ સુફલામ કેનાલ છેલ્લા કેટલાય સમયથી કોરીધાકોર હતી. ખેડૂતો વારંવાર પાણી છોડવા માટે માગ કરી રહ્યા હતા. હવે છેલ્લા એક માસથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી આવતા ખેડૂતોની મુશ્કેલી દૂર થઈ છે.

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ દિયોદર લાખણી અને થરાદ તાલુકામાં પસાર થતી સુજલામ સુફલામ કેનાલ બની ત્યારથી સુકી ભઠ હતી. આ કેનાલનું નિર્માણ એક ખાસ પ્રોજેક્ટ પાસ કરાવી આ વિસ્તારના ભૂગર્ભજળ ઉંચા આવે તે માટે તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. જો કે સુજલામ સુફલામ કેનાલમાં કેનાલ બન્યા બાદ નર્મદાનું પાણી છોડવામાં આવતુ જ ન હતુ. કેનાલમાં પાણી આવશે તેવી આશાએ બેસેલા ખેડૂતોના ખેતરમાં ઘણી વાર વાવેલા પાક બળી પણ જતા હતા. જેના કારણે ખેડૂતોમાં આક્રોશ હતો.

છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો પાણીના તળ ઊંચા લાવવા માટે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માટેની માગ કરી રહ્યા હતા. જે માગને આધારે સરકારે પણ છેલ્લા એક માસથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાનું શરુ કર્યુ છે. જેના કારણે ઊંડા જતા ભૂગર્ભજળ અટક્યા છે. બનાસકાંઠાના ચાર તાલુકાઓમાં વરસાદી પાણી સિવાય પાણીનો કોઈ સ્ત્રોત નથી. જેથી આ વિસ્તારમાં થતી ખેતી ભૂગર્ભજળના આધારે થાય છે. જો સુજલામ સુફલામ દર વર્ષે આ જ પ્રકારે પાણી છોડાતું રહે તો આ વિસ્તારમાં ભૂગર્ભ જળની સમસ્યા દૂર થઈ શકે છે.

આ પણ વાંચો-

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવશે ગુજરાત, ગાંધી આશ્રમના કાર્યક્રમમાં આપશે હાજરી

આ પણ વાંચો-

ડીંગુચાના લોકોને વિદેશ જવાની ઘેલછા, ગામની અડધા જેટલી વસતી વસે છે વિદેશમાં

Next Video