Banaskantha : ધાનેરામાં શિક્ષકની બદલી થતા ગામ હીબકે ચઢ્યુ, શિક્ષકને આપવામાં આવી ભવ્ય વિદાય, જૂઓ Video
બનાસકાંઠાના ધાનેરામાં શિક્ષકની (Teacher) બદલી થતા ગામ હીબકે ચઢ્યુ હતુ.ધાનેરામાં આનંદનગર પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થઈ છે. રસિક પટેલ નામના શિક્ષકની વિદાયથી (Farewell) બાળકો રડી પડ્યા હતા. માત્ર બાળકો જ નહીં શિક્ષકને વિદાય આપવા આખું ગામ ઉમટ્યું હતું.
Banaskantha : શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે અનોખો પ્રેમ જોવા મળે છે. ગુરુ-શિષ્ય વચ્ચે એક અલગ જ આત્મીય સંબંધ જોવા મળે છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં શિક્ષકની (Teacher) બદલી થતા ગામ હીબકે ચઢ્યુ હતુ.ધાનેરામાંઆનંદનગર પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થઈ છે. રસિક પટેલ નામના શિક્ષકની વિદાયથી (Farewell) બાળકો રડી પડ્યા હતા. માત્ર બાળકો જ નહીં શિક્ષકને વિદાય આપવા આખું ગામ ઉમટ્યું હતું. ફૂલહાર, પાઘડી અને ઢોલ નગારા સાથે શિક્ષકને માનભેર વિદાય આપી હતી. ગામના સરપંચથી લઈ નાના ભૂલકાઓ વિદાયમાં જોડાયા હતા.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો