Banaskantha Breaking News : વડગામના મોરિયા નજીક કાર-રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4નાં મોત અને 4 ઈજાગ્રસ્ત ! જુઓ Video
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મોરિયા ગામ નજીક કાર અને રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

સૂત્રો અનુસાર, મૂનવાસ તરફથી મોરિયા તરફ જઈ રહેલી રીક્ષાને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. કાર અને રીક્ષા વચ્ચે થયેલી ટક્કરમાં રીક્ષામાં સવાર લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે ચાર લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો.
4નાં મોત અને 4 ઈજાગ્રસ્ત
અકસ્મતમાં ઈજાગ્રસ્ત થયેલા ચાર લોકોને તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સહિત સંબંધિત તંત્ર દ્વારા મદદ માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતને પગલે વિસ્તારમાં દુઃખની લાગણી ફેલાઈ છે.
બીજી તરફ, ઘટનાની જાણ થતાં વડગામ પોલીસ પણ તપાસમાં જોડાઈ છે. પોલીસે અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને કાર-રીક્ષા વચ્ચે ટક્કર કેવી રીતે થઈ તે અંગે તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં મૃતકો અને ઈજાગ્રસ્તોની સંખ્યા અંગેની વિગતો પ્રાથમિક માહિતી પર આધારિત છે. વધુ સત્તાવાર વિગતો તપાસ બાદ સામે આવી શકે છે.