Banaskantha: યાત્રાધામ અંબાજીમાં ભક્તોની ભીડ સાથે આગામી 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે

|

Jul 07, 2022 | 12:10 PM

કોરોના મહામારીના પગલે છેલ્લા 2 વર્ષથી મેળો યોજવામાં આવ્યો ન હતો. જેથી આ વખતે મંદિર ટ્રસ્ટ દ્વારા ધામધૂમપૂર્વક મેળાનું આયોજન કરવા માટે બે મહિના અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તૈયારીઓ અંગેની સમીક્ષા કરવા પાલનપુર ખાતે બેઠક યોજાઇ હતી.

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજી (Ambaji) માં આગામી 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ (Bhadarvi Poonam)નો મેળો (Fair) યોજાશે. જેની તૈયારીઓ અંગેની સમીક્ષા કરવા પાલનપુર ખાતે બેઠક યોજાઇ હતી. કોરોના મહામારીના પગલે છેલ્લા 2 વર્ષથી મેળો યોજવામાં આવ્યો ન હતો. જેથી આ વખતે મંદિર ટ્રસ્ટ દ્વારા ધામધૂમપૂર્વક મેળાનું આયોજન કરવા માટે બે મહિના અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા લાઇટ એન્ડ સાઉન્ડ શો જેવા અવનવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે. ઉપરાંત ખાણી-પીણી, વીજળી, પરિવહનની વ્યવસ્થાઓ અંગે પણ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

અંબાજી ખાતે યોજાતો ભાદરવી પુનમનો મેળો આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે. રાજ્યભરના ભક્તો ત્યારે અંબાજી મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે. જોકે ઉત્તર ગુજરાતમાં તેનું વિશેષ મહત્ત્વ રહેલું છે. ઉત્તર ગુજરાતના ગામેગામથી પગપાળા સંઘ અંબાજી જતા હોય છે. લાખોની સંખ્યામાં લોકો એકઠાં થયાં છે. પાચ દિવસ ચાલનારા આ મેળા દરમિયાન યાત્રાધામ અંબાજીમાં ક્યાંય પગ મુકવાની જગ્યા મળતી નથી. આટલી મોટી જનમેદનીને પહોંચીવળવા માટે વહિવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ ઉતારાઓમાં દર્શનાર્થીઓને જમવા અને આરામ કરવાની સેવા આપવામાં આવે છે. આ બધી તૈયારીઓ માટેની વ્યવસ્થા અત્યારથી જ શરૂ કરી દેવામાં આવે છે. પાલનપુર ખાતે યોજાયેલી યોજાયેલી બેઠકમાં આ તમામ બાબતો વિશે ચર્ચા કરવામાં આવી હતી.

Published On - 12:08 pm, Thu, 7 July 22

Next Video