બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર

|

May 11, 2024 | 5:33 PM

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર શહેરના એરોમા સર્કલને લઈ છેલ્લા કેટલાક સમયથી માંગ સર્જાઈ હતી કે, સર્કલને નાનું કરવામાં આવે. એરોમા સર્કલ અને તેની આસપાસના વિસ્તારમાં ખૂબ જ ટ્રાફિકની સ્થિતિ જોવા મળે છે. સર્કલને જોડતા માર્ગો પણ પહોળા કરવાની કામગીરી પણ હવે ફરી શરુ કરવામાં આવી છે.

પાલનપુરના એરોમા સર્કલને નાનું કરવાની માંગ વર્તાઈ હતી. તો વિસ્તારમાં રસ્તાને પહોળા કરવાની કામગીરી પણ ટલ્લે ચડી હતી. જેનો અહેવાલ TV9 દ્વારા પ્રસારીત કરવામાં આવ્યો હતો. જેના બાદ હવે હવે ફરીથી કામગીરી શરુ કરવામાં આવી છે. ફરી એકવાર TV9ના અહેવાલની અસર જોવા મળી હતી.

એરોમા સર્કલને લઈ છેલ્લા કેટલાક સમયથી માંગ સર્જાઈ હતી કે, સર્કલને નાનું કરવામાં આવે. એરોમા સર્કલ અને તેની આસપાસના વિસ્તારમાં ખૂબ જ ટ્રાફિકની સ્થિતિ જોવા મળે છે. સર્કલને જોડતા માર્ગો પણ પહોળા કરવાની કામગીરી પણ હવે ફરી શરુ કરવામાં આવી છે.  આમ હવે એરોમા સર્કલને હવે નાનું કરવામાં આવશે અને આ માટેની કામગીરી શરુ કરવામાં આવી છે.

આ પણ વાંચો:  FBI 9 વર્ષથી શોધે છે ગુજરાતી યુવકને, માહિતી બદલ રુપિયા 20800000 લાખનું ઈનામ! જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video