બનાસકાંઠાના(Banaskantha) છાપી નજીક આંગડિયા કર્મચારીની નજર ચૂકવી લૂંટારૂ ફરાર થયા હોવાની ઘટના સામે આવી છે. જેમા રાજસ્થાનની આવી રહેલી બસમાં અંદાજીત 1 કરોડથી વધુનો સોના(Gold) જથ્થાનો થેલો લઈ લૂંટારૂ(Loot) ફરાર થયા હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનામાં બસમાં સોના ભરેલી બેગ મૂકી આંગડિયા પેઢીના કર્મચારી લઘુશંકા કરવા ગયા હતા ત્યારે લૂંટારૂઓએ તકનો લાભ મેળવી ફરાર થઇ ગયા હતા. આ અંગે ફરિયાદીએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. તેમજ કાળા કલરની સ્કોર્પિયો ગાડીમાં સોના ભરેલો થેલો લઈ લૂંટારૂ ફરાર થયા છે. જેના પગલે બનાસકાંઠા પોલીસે સોનાને પકડવા નાકાબંધી કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે ગુજરાતના સાબરકાંઠામાં આંગડિયા કર્મચારીનું અપહરણ કરી લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી . જેમાં ખેડબ્રહ્માથી હિંમતનગર આવેલા કર્મચારીનું કારમાં આવેલા ત્રણ શખ્સોએ અપહરણ કર્યું હતું.પોલીસનું કહેવું છે કે આરોપીઓએ રૂપિયા 3.70 લાખ રોકડ અને અન્ય દાગીના મળી 5.50 લાખની લૂંટ ચલાવી છે અને કર્મચારીને ઈડરના કાબસો નજીક બિનવારસી છોડી ફરાર થઈ ગયા હતા.હાલ તો પોલીસ ફરિયાદ નોંધીને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : પોરબંદર: ફાયર બ્રિગેડની ઓફિસમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ, ચારની ધરપકડ
Published On - 5:51 pm, Fri, 11 February 22