બનાસકાંઠાઃ Tv9ના અહેવાલ બાદ હવે ‘જોખમી મુસાફરી’ સામે પોલીસની કાર્યવાહી, જુઓ

|

Jun 15, 2024 | 6:36 PM

બનાસકાંઠા જિલ્લામાં જોખમી મુસાફરી કરવામાં આવતા હોવાના દ્રશ્યો સામે આવવાને લઈ હવે જિલ્લા પોલીસ અધીક્ષક દ્વારા કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. જોખમી મુસાફરીના વીડિયો સામે આવ્યા બાદ Tv9માં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં જોખમી મુસાફરી કરવામાં આવતા હોવાના દ્રશ્યો સામે આવવાને લઈ હવે જિલ્લા પોલીસ અધીક્ષક દ્વારા કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. જોખમી મુસાફરીના વીડિયો સામે આવ્યા બાદ Tv9માં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. મુસાફરોના જીવ જોખમમાં મુકીને વાહનો હંકારવામાં આવતા હોવાને લઈ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જોખમી મુસાફરીને દૂર કરવા માટે હવે જિલ્લા પોલીસ અધીક્ષક દ્વારા આદેશ કરવામાં આવતા ટ્રાફિકની ટીમોએ કાર્યવાહી હાથ ધરી છે. આ માટે શટલીયા વાહનો પર રહેલા કઠેડા લાગેલા હોય તેને હટાવી દેવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. તેમજ આવી જોખમી મુસાફરી કરાવતા વાહન ચાલકો સામે ગુનો નોંધવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ છે.

 

આ પણ વાંચો:  પાકિસ્તાનને બેવડો ઝટકો! ભારતમાં રમાનાર T20 વિશ્વકપમાં નહીં મેળવી શકે સીધી એન્ટ્રી, જાણો કેમ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video