પાલનપુરમાં ફટાકડાને કારણે શેડમાં પાર્ક કરેલ 5 વાહનોમાં આગ લાગી, થયુ મોટું નુક્સાન, જુઓ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ઢૂંઢીયાવાડી 5 વાહનોમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. ફટકડા ફોડવાને લઈ શેડ નિચે પાર્ક કરેલા વાહનોમાં આગ પ્રસરી હતી. જેને લઈ શેડ નિચે પાર્ક કરવામાં આવેલા વાહનોમાં આગ લાગી હતી. જેને લઈ પાંચેય વાહનોમાં મોટુ નુક્સાન સર્જાયુ છે. ફટાકડા ફોડવામાં જરાક સાવધાની ચૂકવાને લઈ કેવુ નુક્સાન વેઠવુ પડે એ સમજાવતી આ ઘટના સામે આવી છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વાહનોને આગને લઈ ભારે નુક્સાન થયાનુ સામે આવ્યુ છે. દેવદિવાળીને લઈ આસપાસના લોકોએ ફટાકડા ફોડવા દરમિયાન શેડ નિચે ફટાકડો પડ્યો હતો. જેને આગ શેડ નિચે વાહનોમાં પ્રસરવા લાગી હતી. એક બાદ એક 5 વાહનો આગની ચપેટમાં આવી ગયા હતા.
આ પણ વાંચોઃ ફિલ્ડ માર્શલ સામ માણેકશાનો ગુજરાત સાથે હતો નાતો, આ શહેરમાં આવેલુ છે પૈતૃક ઘર
આગને લઈ એક કાર અને મોપેડ અને અન્ય બાઈકો સહિત પાંચ વાહનોમાં આગ પ્રસરતા નુક્સાન સર્જાયુ હતુ. ફટાકડા ફોડવામાં સાવધાની નહીં રાખવાને લઈ આ એક મોટા નુક્સાનને વેઠવાની નોબત આવી હતી. ઘટનાના દ્રશ્યો જોઈ શકાય છે કે, વાહનોમાં આગને લઈ મોટુ નુક્સાન સર્જાયુ છે.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Nov 29, 2023 06:18 PM
