બનાસ ડેરીના પશુપાલકોને મોટી ભેટ, ચેરમેન શંકર ચૌધરીએ કરી જાહેરાત
પશુપાલકોને માટે બનાસ ડેરીએ નવા વર્ષે નવી મોટી ભેટ આપી છે. બનાસકાંઠા જિલ્લામાં આગામી સપ્તાહથી બનાસ ડેરી દ્વારા ક્રેડિટ કાર્ડનું વિતરણ પશુપાલકોને વિતરણ આપવામાં આવશે. આ અંગેની જાહેરાત બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કરી છે. જે વિતરણ કાર્યક્રમમાં દેશના ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહેશે.
બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. બનાસ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને માટે ક્રેડિટ કાર્ડ આપવા જઈ રહી છે. પશુપાલન સાથે સંકળાયેલ દૂધ ઉત્પાદકોને બનાસ ડેરી એક ક્રેડિટ કાર્ડ આપશે, જેના થકી દૂધ ઉત્પાદક જરુરિયાતના સમયે પૈસા પણ ઉપાડી શકશે અને તેની પર કોઈ વ્યાજ પણ નહીં લાગે.
આ પણ વાંચો: લક્ષદ્વીપના ‘બોસ’ કોણ? ગુજરાતના દિગ્ગજ સંભાળે છે દરિયાઈ સૌંદર્ય ધરાવતા સ્થળનું પ્રશાસન, જાણો
બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા વેળા આ અંગેની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યુ હતુ કે, આગામી 15 જાન્યુઆરીથી આ નવી સેવાનો પ્રારંભ કરવામાં આવશે. ક્રેડિટ કાર્ડ વિતરણ અંગે કાર્યક્રમ યોજાશે અને જેમાં દેશના ગૃહ પ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહેશે. થરાદના મલુપુર ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
