Banas ડેરીએ દૂધના ફેટના ભાવમાં રૂપિયા 25નો વધારો કર્યો, સાડા ચાર લાખ પશુપાલકોને લાભ થશે

|

Feb 26, 2022 | 10:49 PM

પશુપાલકો દૂધના ભાવમાં વધારો થાય તે માટે ઇચ્છુક હતા. જે બાબતને ધ્યાને લઇ એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ પશુપાલકો માટે દૂધના ભાવમાં વધારો કરતાં પશુપાલકોમાં આનંદ છવાયો છે. તેમજ વધતા દાણ અને ઘાસના ભાવ સામે પશુપાલકોના દૂધમાં પ્રતિકીલો ફેટે રૂપિયા 25 નો વધારો કરવામાં આવ્યો છે.

બનાસ ડેરી(Banas Dairy)  સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોની પશુપાલનના વ્યવસાય થકી આર્થિક ક્ષેત્રમાં પ્રગતિ થાય અને આત્મનિર્ભર બને તે હેતુથી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી દ્વારા દૂધના(Milk)  ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.25 નો ભાવ વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય થી જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકોને લાભ થશે. સમગ્ર એશિયામાં બનાસડેરી દૂધ સંપાદનમાં અગ્ર સ્થાને છે. વિક્રમજનક દૂધની આવક હોવા છતાં પણ એક પણ દિવસ પશુપાલકો પાસેથી દૂધ લેવાનું બંધ નથી રાખ્યું. બનાસડેરી દ્વારા દૂધના ફેટના ભાવમાં 25 રૂપિયાનો વધારાની(Price hike)  જાહેરાત પશુપાલકો માટે એક આનંદના વ્યાપ્યો છે. બનાસ ડેરીમાં દૂધના જુના ભાવ 680 રૂપિયા પ્રતિકીલો ફેટ હતા. જે વધારી 705 રૂપિયા પ્રતિકીલો ફેટ કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ઘાસચારો તેમજ પશુદાણના મોંઘો થયા હતા.

જેથી પશુપાલકો દૂધના ભાવમાં વધારો થાય તે માટે ઇચ્છુક હતા. જે બાબતને ધ્યાને લઇ એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ પશુપાલકો માટે દૂધના ભાવમાં વધારો કરતાં પશુપાલકોમાં આનંદ છવાયો છે. તેમજ વધતા દાણ અને ઘાસના ભાવ સામે પશુપાલકોના દૂધમાં પ્રતિકીલો ફેટે રૂપિયા 25 નો વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Russia Ukraine War : ભરૂચના જંબુસરની રિયા પટેલ સહિત અનેક વિદ્યાર્થીઓ રોમાનિયાથી ભારત આવવા રવાના

આ પણ વાંચો : Rajkot : ધોરાજીના રામપરામાં ધારાસભ્ય લલિત વસોયા ગુમ થયાના પોસ્ટર્સ લાગ્યા

 

Published On - 10:48 pm, Sat, 26 February 22

Next Video