સ્વતંત્રતા દિવસને લઈ આજે દેશભરમાં અનેરો માહોલ છે. દરેક ઘર પર તિરંગા લહેરાતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ સ્વાતંત્ર્ય પર્વ નિમિતે જામનગર જિલ્લામાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. જિલ્લા જેલના પોલીસકર્મીઓ અને કેદીઓ દ્વારા ઉજવણી કરાઇ. તો, બલુચિસ્તાનના બે કેદીઓએ ભારતના રાષ્ટ્રગીત ગઈ સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી હતી. બલુચિસ્તાનના કેદીઓ પણ રાષ્ટ્રના રંગે રંગાઇ ગયા અને ‘દિલ દિયા હૈ, જાં ભી દેંગે’ના સાદથી જેલને ગૂંજાવી દીધી.
આ પણ વાંચો : અંબાજી, સાળંગપુર, સોમનાથ સહિતના પ્રસિદ્ધ યાત્રાધામમાં દેશભક્તિનો રંગ, ભગવાનને ત્રણ રંગોનો દિવ્ય શણગાર-Video
તમામ કેદીઓ દ્વારા રાષ્ટ્રની આઝાદીના પર્વને ધામધૂમથી ઉજવવામાં આવ્યો. સ્વાતંત્ર્ય પર્વને લઇ લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ત્યારે જિલ્લા જેલના કેદીઓમાં દેશભક્તિનો સ્વર ઉઠ્યો છે. આ સમગ્ર વીડિયો સામે આવ્યો હતો. જેમાં કેદીઓ એક બાદ એક ગીત ગઈ રહયા છે. કેદીઓના સ્વરમાં દેશભક્તિ ગૂંજી ઉઠી હતી. મહત્વનુ છે કે આ વીડિયોની હાલ લોકો પણ સરાહના કરી રહ્યા છે.
Published On - 4:22 pm, Tue, 15 August 23