Ahmedabad : બજરંગદળે કાશ્મીર પર હ્યુન્ડાઈના વિવાદિત નિવેદન મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું

|

Feb 12, 2022 | 7:49 PM

હ્યુન્ડાઈ પાકિસ્તાનના ડિસ્ટ્રીબ્યુટરે કાશ્મીર પર વિવાદીત ટ્વીટ કરતા તેના પડઘા અમદાવાદમાં પડ્યા હતા. અમદવાદમાં બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં પંચવટી પાસે KFC,પીઝાહટ અને હ્યુન્ડાઈને તાળાબંધી પણ કરવામાં આવી હતી.

હ્યુન્ડાઈ પાકિસ્તાનના ડિસ્ટ્રીબ્યુટરે કાશ્મીર પર વિવાદીત ટ્વીટ કરતા તેના પડઘા અમદાવાદમાં પડ્યા હતા. અમદવાદમાં બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં પંચવટી પાસે KFC,પીઝાહટ અને હ્યુન્ડાઈને તાળાબંધી પણ કરવામાં આવી હતી. જોકે સમગ્ર વિવાદને પગલે હ્યુન્ડાઈ કંપનીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. પરંતુ હજુ સુધી કંપની તરફથી માફી માંગવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત ગુરવારે અમદાવાદના ખોખરામાં આવેલા હ્યુન્ડાઇના શૉ-રૂમ બહાર યુથ કોંગ્રેસે દેખાવો કર્યા. હ્યુન્ડાઇએ કશ્મીરી ફ્રીડમ ફાઈટરના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું જેના વિરોધમાં યુથ કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો અને દેખાવો કર્યા. હ્યુન્ડાઇના પાકિસ્તાન તરફી વલણ બાદ દેશભરમાં વિરોધનો વંટોળ છે.. યુથ કોંગ્રેસ કાર્યકરોએ નારેબાજી કરી હ્યુન્ડાઇનો વિરોધ કર્યો.. હ્યુન્ડાઇ કંપની વિરુદ્ધ બેનર અને સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો.

આ પણ વાંચો : ગુજરાતમાં નીરવ મોદી કરતાં પણ મોટું કૌભાંડ સામે આવ્યું: SBIએ લગાવ્યો રૂ. 22842 કરોડની છેતરપિંડીનો આરોપ

આ પણ વાંચો :  સુરત : કાપોદ્રામાં પતિને એવું તો શું થયું તો પતિએ પત્નીની હત્યા કરવી પડી ?

 

Next Video