બહુચરાજી ધામમા માને સૂવર્ણ થાળમાં અર્પણ કરાયો રાજભોગ, 450 વર્ષથી ચાલી આવે છે પરંપરા- Video

બહુચરાજી ધામમાં મા બહુચરને દિવાળીના શુભ અવસરે સૂવર્ણના થાળમાં રાજભોગ અર્પણ કરવામાં આવ્યો છે. હજુ નવા વર્ષે પણ આ જ પ્રકારે માને સુવર્ણ થાળમાં રાજભોગ ધરાવવામાં આવશે. આજના દિવસે પણ હજારો માઈભક્તોએ માના દર્શનનો લ્હાવો લીધો હતો.

| Edited By: | Updated on: Oct 20, 2025 | 8:16 PM

દિવાળીના અવસરે બહુચરાજી ધામમાં મા બહુચરાને “સુવર્ણ થાળ”માં રાજભોગ અર્પણ કરવામાં આવ્યો. પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં દિવાળી અને નવા વર્ષના અવસરે મા બહુચરાને સુવર્ણ થાળમાં રાજભોગ લગાવવામાં આવે છે. અને છેલ્લા 450 વર્ષથી આ પરંપરા અકબંધ છે. આજે આસો વદ અમાસે માને સોનાના થાળમાં ભોગ અર્પણ થયો. જેના દર્શનનો શ્રદ્ધાળુઓએ લાભ લીધો.

ગાયકવાડ સરકારના સમયમાં આ કિંમતી ભોજનથાળ મા બહુચરાને અર્પણ થયો હતો. જેમના નાના મોટા મળી કુલ નવ પાત્રનો સમાવેશ થાય છે. અને તેનું વજન લગભગ સાડા ત્રણ કિલો જેટલું છે. દર વર્ષે દિવાળીએ અને નૂતન વર્ષે આ પરંપરા અકબંધપણે નિભાવાય છે તો આ અવસરે મા બહુચરને સુવર્ણના આભૂષણોથી અદભુત શણગાર કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાનનો અફઘાનિસ્તાન સાથે તણાવ ચરમસીમાએ: ખ્વાજા આસિફે ભારતને આપી ‘ટુ ફ્રન્ટ વોર’ની ધમકી- વાંચો