Gujarati Video: રાજકોટમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમ માટે 32 કમિટી તૈયાર, 3 હજારથી વધુ સ્વયંસેવકો રહેશે ખડેપગે

|

May 23, 2023 | 4:19 PM

ધીરેન્દ્ર શાસ્ત્રીના (Dhirendra Shastri) કાર્યક્રમ માટે 32 કમિટી તૈયાર કરવામાં આવી છે. 3 હજારથી વધુ સ્વયંસેવકો તહેનાત કરવામાં આવશે. સૌથી વધારે સ્વયંસેવકો ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થામાં ખડેપગે રહેશે.

રાજકોટમાં (Rajkot) 1 અને 2 જૂને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો (Dhirendra Shastri) દિવ્ય દરબાર યોજાવાનો છે. ત્યારે આ દિવ્ય દરબારને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ માટે 32 કમિટી તૈયાર કરવામાં આવી છે. 3 હજારથી વધુ સ્વયંસેવકો તહેનાત કરવામાં આવશે. સૌથી વધારે સ્વયંસેવકો ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થામાં ખડેપગે રહેશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્ટેજની નજીક 300 જેટલા સ્વયંસેવકો સુરક્ષા પૂરી પાડશે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ અને વહીવટી વિભાગના અધિકારીઓની પણ મદદ લેવાશે.

આ પણ વાંચો-Surat : બાબા બાગેશ્વરના કાર્યક્રમ માટે લોક રક્ષક સેનામાં ઉત્સાહ, દિવાળી જેવો માહોલ બનાવવા લોકોને આહ્વાન

તો રાજકોટમાં દિવ્ય દરબાર પહેલા 29મી તારીખે શહેરના રાજમાર્ગો પરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ ભાગ લેશે. લક્ઝરિયસ કારનો કાફલો રાજમાર્ગો પરથી પસાર થશે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:14 pm, Tue, 23 May 23

Next Video