Gujarati Video : ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર, ફીમાં કર્યો 10 ટકાનો વધારો

|

May 12, 2023 | 7:51 AM

ગુજરાત વિદ્યાપીઠે ફીમાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. બે વર્ષ સુધી આ ફી વધારો લાગુ રહેશે. બે વર્ષ બાદ ફરી ફી વધારાની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ વિદ્યાથીઓ માટે બાયોમેટ્રિક હાજરી ફરજિયાત કરાઈ છે.

અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ (Gujarat Vidyapith) માટે માઠા સમાચાર મળ્યા છે. વિદ્યાપીઠે ફીમાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. બે વર્ષ સુધી આ ફી વધારો લાગુ રહેશે. બે વર્ષ બાદ ફરી ફી વધારાની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ વિદ્યાથીઓ માટે બાયોમેટ્રિક હાજરી ફરજિયાત કરાઈ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓની બે વાર હાજરી પુરાશે.

આ પણ વાંચો : Ahmedabad: એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં અંગદાતાઓની સ્મૃતિમાં ‘અમર કક્ષ’ બનાવાયુ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કર્યુ લોકાર્પણ

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

રાજકોટની ખાનગી શાળાઓમાં ફી વધારો થયો હતો

તો બીજી તરફ રાજકોટની ખાનગી શાળાઓએ 5 હજારથી લઇને 55 હજારનો ફી વધારો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. રાજકોટની આર.કે.સી શાળામાં ધો-12 વિજ્ઞાન પ્રવાહની ફી 2.04 લાખ હોવાનો દાવો થયો હતો. એસ.એન.કે શાળામાં જુનિયર કેજીની ફી 1.99 લાખ સુધી પહોંચી હોવાનું જાણવા મળ્યું હતુ. તથા નિર્મલા કોન્વેન્ટ શાળાએ ધો-11 સાયન્સમાં વર્ષ 2022-23 માટે 54 હજાર 920નો ફી વધારો કર્યો હોવાનો દાવો થઇ રહ્યો હો. વર્ષ 2017-18માં ખાનગી શાળાઓ બેફામ ફી વસૂલી ના શકે તે માટે ફી રેગ્યુલેટરી કમિટી બનાવાઇ હતી.

Next Article