Banaskantha : મા અંબાના ચરણોમાં બાબા બાગેશ્વરે શીશ ઝૂકાવ્યું , જુઓ Video

| Edited By: | Updated on: May 28, 2023 | 2:01 PM

અંબાજી મંદિર હવન શાળાના બ્રાહ્મણો દ્વારા તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું. અંબાજી મંદિર ટ્રસ્ટનાં અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું . તેમણે બપોરની રાજભોગ આરતીના દર્શન કર્યાં અને વિશેષ પુજા કરાવવામાં આવી હતી તેમજ કપૂર આરતી કરવામાં આવી હતી .

Ambaji : ગુજરાતની(Gujarat)  મુલાકાતે આવેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજી(Ambaji)  મંદિર પહોંચ્યા છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું . અંબાજી મંદિર હવન શાળાના બ્રાહ્મણો દ્વારા તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું. અંબાજી મંદિર ટ્રસ્ટનાં અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું . તેમણે બપોરની રાજભોગ આરતીના દર્શન કર્યાં અને વિશેષ પુજા કરાવવામાં આવી હતી તેમજ કપૂર આરતી કરવામાં આવી હતી .

અંબાજી મંદિર નાં ભટ્ટજી મહારાજ દ્વારા પુજા કરાઈ અને ચુંદડી ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિર ની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા. જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ માં અંબાના દર્શન કર્યા છે. તેમણે મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. જેમાં અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાજર રહ્યો હતો.

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 28, 2023 01:54 PM