Gujarati Video : આજે સાંજે બાબા બાગેશ્વરનો કાર્યક્રમ અમદાવાદના વટવા ખાતે યોજાશે

|

May 30, 2023 | 7:42 AM

અમદાવાદના વટવામાં આજે બાબા બાગેશ્વરનો પ્રથમ દિવ્ય દરબાર યોજાવા જઇ રહ્યો છે. વટવાના શ્રીરામ મેદાનમાં સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન બાબાના દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.

Ahmedabad : અમદાવાદના વટવામાં આજે બાબા બાગેશ્વરનો પ્રથમ દિવ્ય દરબાર યોજાવા જઇ રહ્યો છે. વટવાના શ્રીરામ મેદાનમાં સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન બાબાના દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલા ઓગણજમાં બાબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ વરસાદને કારણે ઓગણજમાં કાર્યક્રમ યોજવો શક્ય બને તેમ ન હોવાથી હવે વટવામાં બાબા દરબાર ભરાવવામાં આવશે.

આ પણ વાંચો : Ahmedabad: ભારતની સૌથી મોટી ગુજરાત સ્ટેમ ક્વિઝ 2.0- ‘નવી પેઢીની નવી સફર’ની 30મી મે એ યોજાશે ફાઈનલ

શિવકૃપા મિત્ર મંડળ દ્વારા બાબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગત રાત્રે બાબા બાગેશ્વર ચાણક્યપુરી પહોંચ્યા અને ઉપસ્થિત ભક્તો સમક્ષ પ્રવચન આપ્યું હતુ. ચાણક્યપુરીમાં બાબાના આગમન પહેલા ભક્તો તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઇ હતી. ત્યારે બાબાએ ભક્તોને સંયમ જાળવવા તેમજ વહીવટીતંત્રને સહાયરૂપ બનવા અપીલ કરી હતી.

ઇસ્કોન બાલાજી કંપનીનું બાબા ઉદ્ઘાટન કરશે

મહત્વનું છે કે વટવામાં દિવ્ય દરબાર પહેલા બાબા બાગેશ્વર સાંજે 4 વાગ્યે હિંમતનગર જશે. હિંમતનગરના ઇલોલ રોડ પર આવેલી ઇસ્કોન બાલાજી કંપનીનું બાબા ઉદ્ઘાટન કરશે. જે બાદ તેઓ સાંજે વટવામાં દરબાર યોજશે. બુધવારે સવારે એરક્રાફ્ટ મારફતે બાબા બાગેશ્વર સોમનાથ જશે. સોમનાથદાદાના દર્શન કર્યા બાદ બાબા રાજકોટ જશે. જ્યાં 1 અને 2 જૂનના રોજ તેઓ દિવ્ય દરબાર યોજશે. સોમનાથ ઉપરાંત સાળંગપુર અને દ્વારકામાં પણ બાબા શિશ ઝૂકાવશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video