Gujarati Video : વડોદરામાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર માટે તૈયારીઓ પૂરજોશમાં, સુરક્ષામાં 500થી વધુ પોલીસકર્મીઓ ખડેપગે રહેશે

|

May 26, 2023 | 10:16 AM

વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે 3 જૂનના રોજ દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. ત્યારે સુરક્ષાને લઈને વડોદરા પોલીસ અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યુ હતુ.

બાબા બાગેશ્વરથી (Baba Bageshwar) જાણીતા બાગેશ્વરધામના પીઠાધિશ ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) ગુજરાતમાં છે. ગઇકાલે વટવામાં દેવકીનંદન મહારાજના એક કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. જે પછી તેઓ સુરત જવા રવાના થયા હતા. વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે 3 જૂનના રોજ દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. ત્યારે સુરક્ષાને લઈને વડોદરા પોલીસ અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યુ હતુ.

આ પણ વાંચો-Gir Somnath : ધોમ-ધખતા ઉનાળા વચ્ચે પણ સોમનાથ મંદિરમાં યાત્રાળુને થાય છે શીતળતાનો અનુભવ, જાણો શું છે કારણ

વડોદરા એડિશનલ પોલીસ કમિશ્નર, DCP સહિતના ઉચ્ચ અધિકારીઓએ કાર્યક્રમની રૂપરેખા તથા કાર્યક્રમ સ્થળ નિરીક્ષણ કર્યુ હતુ. સાથે સાથે આયોજન સમિતિના સદસ્યો સાથે ચર્ચા પણ કરી. મહત્વનું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીને Y કાટેગરીની સિક્યુરિટી આપવામા આવી છે. કાર્યક્રમ સ્થળ પર સુરક્ષામાં 500થી વધુ પોલીસકર્મીઓ તહેનાત રહેશે.

ગઇકાલે અમદાવાદના વટવાના કાર્યક્રમમાં હાજર રહ્યા

ધીરેન્દ્ર શાસ્ત્રી ગઇકાલે અમદાવાદના મહેમાન બન્યા. વટવામાં દેવકીનંદન મહારાજના એક કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. વટવામાં આયોજિત શિવકથા દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભારતમાં હિંદુ રાષ્ટ્ર સ્થાપિત કરવાની વાત કરી. આ પ્રસંગે તેમણે જણાવ્યુ કે ભારતના નાગરિકોએ જાગૃત થવુ પડશે. મારુ કામ માત્ર આપને જાગૃત કરવાનું છે. તેમણે સનાતનીઓને એક થવાની હાકલ કરી. કહ્યું જાગશો નહીં તો આવનારી પેઢીમાં રામકથા નહીં થાય. વધુમાં તેમણે જણાવ્યુ કે જે હિંદુ નહીં જાગે તે કાયર ગણાશે. અત્યારે નહીં જાગો તો ભવિષ્યની પેઢી વાતો કરશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video