Vadodara Video : હોળી-ધૂળેટીના પર્વ પર તંત્રની તૈયારી, નર્મદા નદીમાં સ્નાન પર લગાવ્યો પ્રતિબંધ

|

Mar 24, 2024 | 8:21 AM

વડોદરામાં નર્મદા નદીમાં નહાવા પર તંત્રએ પ્રતિબંધ લગાવ્યો છે. હોળી-ધૂળેટીના પર્વે બનતી ડૂબી જવાની ઘટના અટકાવવા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ આ બાબતે વડોદરા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.

હોળીના પર્વ પર કોઈ દુર્ઘટના ન બને તે માટે તંત્રએ પણ પુરતી તૈયારીઓ કરી છે. ત્યારે વડોદરામાં નર્મદા નદીમાં નહાવા પર તંત્રએ પ્રતિબંધ લગાવ્યો છે. હોળી-ધૂળેટીના પર્વે બનતી ડૂબી જવાની ઘટના અટકાવવા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ આ બાબતે વડોદરા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. હોળી એટલે 24 તારીખ અને ધૂળેટી એટલે 25 માર્ચના રોજ નદીમાં નહાવા પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. આ ઉપરાંત ચાંદોદના અલગ અલગ ઘાટ પર સ્નાન પર પ્રતિબંધ પણ લગાવામાં આવ્યો છે.

બીજી તરફ સુરતમાં તંત્રએ વતન જતા પ્રવાસીઓ માટે વધારે ટ્રેન અને બસ પણ મુકવામાં આવી છે. જેથી દિવાળી પર જે પ્રકારની દુર્ઘટના બની હતી. તેવી કોઈ પણ પ્રકારનો સામનો ન કરવો પડો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video