Valsad News : વાપીમાં ફરી એક વાર ટ્રેન ઉથલાવાનો થયો પ્રયાસ, મોટી દુર્ઘટના થતા ટળી, જુઓ Video

|

Jun 26, 2024 | 1:38 PM

વલસાડના વાપીમાં ફરી એક વાર રેલવેના ટ્રેક પર સિમેન્ટનો પોલ મુક્યો હોવાની ઘટના બની હતી. રેલવે ટ્રેક પર પોલ મુકી ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

વલસાડમાં ફરી એક વાર ટ્રેન ઉઠલાવવાનો પ્રયાસ થયો હતો. વલસાડના વાપીમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. રેલવે ટ્રેક પર અજાણ્યા શખ્સોએ સિમેન્ટનો પોલ મુકી દીધો હતો.ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે રેલવે વિભાગે સિમેન્ટના પોલને હટાવાયો હતો. જો સમયસર આ પોલ હટાવાયો ન હોત તો અનેક લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

રેલવેના DRM કરશે તપાસ

આ ઘટના કોઈ પહેલી વાર નથી બની. આ અગાઉ પણ આ પ્રકારના પ્રયત્નો થયેલા છે. વલસાડના વાપીના રેલવે ટ્રેક પર સિમેન્ટનો પોલ મુકવાની ઘટનાને લઈને રેલવે DRM તપાસ કરવા વાપી આવશે.જો કોઈ દુર્ઘટના બને તો કોણ જવાબદાર સહિતના અનેક સવાલો ઉભા થયા છે.

વડોદરામાં માલગાડી પાટા પરથી ઉતરી હતી

આ અગાઉ વડોદરા ડિવિઝનના મહેમદાવાદ ખેડા રોડ સ્ટેશન રેલવે ટ્રેક પર માલગાડીનો એક ડબ્બો પાટા પરથી ઉતરી જવાની ઘટના બની હતી. મળતી માહિતી પ્રમાણે ટેકનીકલ ખામી સર્જાતા માલગાડીનો એક ડબ્બો ટ્રેક પરથી ઉતરી ગયો હતો. નેનપુર મહેમદાવાદ વચ્ચે રેલવે ટ્રેક પર આ ઘટના બની હતી.જે ઘટનાને લઈને તે ટ્રેક પર આવતી ટ્રેનોની અવરજવર પર અસર પડી હતી. તેમજ રેલવે વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

( વીથ ઈનપુટ – અક્ષય કદમ, વલસાડ ) 

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video