Vadodara: દબાણ હટાવવા ગયેલી કોર્પોરેશનની ટીમ પર ગેસનો બોટલ ફેંકાયો, માંડ બચી ટીમ

|

Feb 09, 2022 | 7:21 AM

આટલા વર્ષોમાં માથાભારે તત્વોની હિંમત જાણે ખૂબ જ વધી ગઇ છે. દબાણ હટાવવા આવેલી વડોદરા કોર્પોરેશનની ટીમ પર જ આ દબાણકર્તાઓ દ્વારા ગેસની બોટલ ફેકીને હુમલો કરવામાં આવ્યો. દબાણ હટાવનારી ટીમ આ હુમલામાં માંડ માંડ બચી હતી.

વડોદરા (Vadodara)માં દબાણ હટાવવા ગયેલી કોર્પોરેશનની ટીમ પર હુમલો થયો હતો. વડોદરા કોર્પોરેશન (Vadodara Corporation)ની ટીમ દ્વારા દબાણો દૂર કરવાનો પ્રયાસ કરતા દબાણકર્તાઓએ ગેસની બોટલ ફેંકીને હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાને પગલે શહેર ભાજપ અધ્યક્ષ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને શાંતિ ભંગ કરનારા તત્વો પર કડક પગલા લેવાનું જણાવ્યુ હતુ.

વડોદરામાં ભૂતડીઝાંપા નજીક રાણા સમાજની જમીન પર ગેરકાયદેસર કબજો કરનારાઓ પર તવાઇ બોલાવવા માટે કોર્પોરેશનની ટીમે નીકળી હતી. વર્ષોથી રાણા સમાજની જમીન પર માથા ભારે તત્વોએ અડ્ડો જમાવેલો છે. અત્યાર સુધી અહીં માથાભારે વ્યક્તિ હુસૈનુ ગેરજ હતું. જેને દૂર કરવા માટે કોર્પોરેશનની ટીમ પહોંચી હતી. જો કે આટલા વર્ષોમાં માથાભારે તત્વોની હિંમત જાણે ખૂબ જ વધી ગઇ છે. દબાણ હટાવવા આવેલી વડોદરા કોર્પોરેશનની ટીમ પર જ આ દબાણકર્તાઓ દ્વારા ગેસની બોટલ ફેકીને હુમલો કરવામાં આવ્યો. દબાણ હટાવનારી ટીમ આ હુમલામાં માંડ માંડ બચી હતી.

દબાણકર્તાઓના હુમલા બાદ પણ વડોદરા કોર્પોરેશનની દબાણ હટાવનારી હિંમત ન હારી અને પોલીસના બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું. અને માથાભારે શખ્સ હુસૈનની ધરપકડ પણ કરવામાં આવી છે. સાથે અન્ય જવાબદાર સામે પણ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યાં છે. આ ઘટનાને પગલે શહેર ભાજપ અધ્યક્ષ વિજય શાહ પણ દોડી આવ્યા હતા અને વડોદરાની શાંતિ ભંગ કરનારાઓ સામે કડકમાં કડક પગલાં લેવાનું જણાવ્યું છે. તો તંત્રની કામગીરીને પગલે રાણા સમાજે આભાર માન્યો છે.

આ પણ વાંચો-

Vadodara: MS યુનિવર્સિટીમાં ફર્નિચર ખરીદીમાં કૌભાંડ ! પૂર્વ વિદ્યાર્થી નેતાના આક્ષેપ બાદ શિક્ષણ વિભાગે શરુ કરી તપાસ

આ પણ વાંચો-

વડોદરા શહેરના તમામ 21 પોલીસ સ્ટેશનના ડી સ્ટાફનું વિસર્જન થશે, વડોદરા પોલીસ કમિશનરે તમામ DCPને આપી સૂચના

Next Video