Gujarati VIDEO : પાવાગઢમાં ભક્તોએ ડુંગરના પ્રવેશ દ્વાર પર જ વધેર્યા શ્રીફળ, મશીન બન્યા શોભાના ગાંઠિયા સમાન !

|

Mar 22, 2023 | 2:02 PM

શ્રીફળ વધેરવાના પ્રતિબંધ વચ્ચે ટ્રસ્ટીઓએ શ્રીફળ વધેરવા મશીન મુક્યુ છે. પરંતુ શ્રીફળ વધેરવાના મશીન અંગે ટ્રસ્ટીઓએ મંદિરે આવતા ભક્તોને કોઈ જાણકારી નથી આપી.

યાત્રાધામ પાવાગઢના નિજ મંદિરમાં શ્રીફળ વધેરવાના પ્રતિબંધ વચ્ચે ટ્રસ્ટીઓએ શ્રીફળ વધેરવા મશીન મુક્યુ છે.પરંતુ શ્રીફળ વધેરવાના મશીન અંગે ટ્રસ્ટીઓએ મંદિરે આવતા ભક્તોને કોઈ જાણકારી નથી આપી,અને તેના પરિણામે માઈ ભક્તોએ માર્ગના પ્રવેશ દ્વારે જ શ્રીફળ વધેર્યા અને જે બાદ ગંદકીના ઢગ જોવા મળ્યા. આથી ટ્રસ્ટીઓએ મંદિર પર મુકેલા મશીન શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા.

શ્રીફળ વધેરવા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી

આપને જણાવી દઈએ કે, પાવાગઢ માચી ખાતે શ્રીફળ વધેરવા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. પાવાગઢ માચી ખાતે નારિયેળ વધેરવા માટે મંદિર ટ્રસ્ટે મશીન મુક્યું છે. જેથી ભક્તો પાવાગઢ ડુંગર પર માતાજીના દર્શન કરીને પાવાગઢ માચીએ છોલેલું શ્રીફળ વધેરી શકશે અને મંદિર પરિસરમાં થતી ગંદકીને લઈને ટ્રસ્ટે આ નિર્ણય કર્યો હતો, પરંતુ દ્રશ્યો કંઈક જુદા જ જોવા મળી રહ્યા છે.

ટ્રસ્ટીઓનું કહેવું છે કે પાવાગઢ મંદિરમાં જગ્યા ઓછી છે અને ભક્તો શ્રીફળ વધેરીને ત્યાં જ મુકે છે જેથી ગંદકી થાય છે. એટલું જ નહીં શ્રીફળનો કચરો પહાડ પરથી નીચે ઉતારવો પણ મુશ્કેલ હોવાનો દાવો કર્યો છે. તો બીજી તરફ ટ્રસ્ટના નિર્ણય સામે ભક્તો, AHP અને બજરંગ દળ સહિતા લોકો વિરોધ નોંધાવી રહ્યાં છે.

Next Video