રાજકોટ અગ્નિકાંડ : પરિવારજનોની ધીરજ ખૂટી, સ્વજનોની ભાળ ન મળતા સિવિલ હોસ્પિટલ પહોંચી ઠાલવ્યો આક્રોશ
રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કે જેમાં 28 લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા તે તમામના પરિવારો આજે ત્રણ ત્રણ દિવસથી સ્નેહીજનો શોધી રહ્યા છે પણ હજુ સુધી કોઈ ભાડ મળી નથી રહી ત્યારે પરિવારજનોનો આક્રોશ ચરમસીમા પર પહોચ્યો છે.
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હવે પરિવારોને આગમાં મૃત્યુ પામેલા લોકના મૃતદેહ આપવાની કામગીરી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ હજુ પણ ઘણા પરિવારના લોકોને તેમના સ્નેહીજનોના મૃતદેહ મળ્યા નથી ત્યારે હવે પરિવારજનોની ધીરજ ખુટી પડી છે. આ મામલે પરિવારના લોકોએ રાજકોટ સિવિલ ખાતે આક્રોશ ફાટી નિકળ્યો છે. એકતરફ પરિવારને ખબર છે કે તેમના સ્નેહીજન આગ્નિકાંડમાં મૃત્યુ પામ્યા છે, બીજી તરફ DNA ટેસ્ટ બાદ પણ પરિવારને પોતાના સ્નેહીજનના મૃતદેહ ના મળતા પરિવારની હૈયા વરાળ નિકળી હતી.
પરિવારજનોનો આક્રોશ ચરમસીમા પર
ગેમઝોનના માલિકોની ઘોર બેદરકારીના કારણે શનિવારે 28 લોકોને પોતાનો જીવ ગુમાવાનો વારો આવ્યો છે ત્યારે સ્નેહીજનોના મૃતદેહ ન મળતા પરિવારની ધીરજ ખૂટી પડી હતી અને સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનોનો વિરોધ કર્યો છે. આજે ત્રીજો દિવસ થઈ ગયો હોવા છતા પણ સ્વજનોની કોઈ ભાળ ન મળતા પરિવારોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારે રોષે ભરાયેલા પરિવારજનોની પીએમ રૂમમાં જવા દેવાની માગ કરી છે.
સિવિલ હોસ્પિટલ ખાતે કર્યો વિરોધ
રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કે જેમાં 28 લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા તે તમામના પરિવારો આજે ત્રણ ત્રણ દિવસથી સ્નેહીજનો શોધી રહ્યા છે પણ હજુ સુધી કોઈ ભાડ મળી નથી રહી, ત્યારે પરિવારજનોનો આક્રોશ ચરમસીમા પર પહોચ્યો છે. સમગ્ર મામલે હવે પરિવારના લોકો વિરોધ કરી રહ્યા છે અને તેમને જાતે હોસ્પિટલના પીએમમાં જવા દેવાની માંગ કરી રહ્યા છે.