Gujarati Video : IPLની ત્રણ મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી 50 મોબાઈલ ચોરાયા, ચોરી કરતી ગેંગના 5 આરોપી ઝડપાયા
અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઇ ચુકી છે. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી અત્યાર સુધીમાં 50 મોબાઈલની ચોરી થયાનું સામે આવ્યુ છે. IPLની ત્રણ મેચ દરમિયાન કુલ 50 મોબાઈલ ચોરાયા છે. જો કે પાંચ આરોપીને ઝડપી પડાયા છે.
અમદાવાદમાં 31 માર્ચથી વિશ્વની સૌથી મોટી T20 લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝન IPLની મેચ શરુ થઇ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઇ ચુકી છે. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી અત્યાર સુધીમાં 50 મોબાઈલની ચોરી થયાનું સામે આવ્યુ છે. IPLની ત્રણ મેચ દરમિયાન કુલ 50 મોબાઈલ ચોરાયા છે. જો કે 5 આરોપીને ઝડપી પડાયા છે.
આ પણ વાંચો-કર્ણાટકમાં ‘નંદિની VS અમૂલ’ની લડાઈ પર બોલ્યા CM ભૂપેન્દ્ર પટેલ, અમૂલનો બહિષ્કાર કરવાની કોઈ જરૂર નથી
મહત્વનું છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની પહેલી મેચમાં 17, બીજી મેચમાં 16, ત્રીજી મેચમાં 17 મોબાઈલની ચોરી થઇ છે. જો કે ચાંદખેડા અને અમરાઈવાડી પોલીસની સંયુક્ત કામગીરીમાં મોટી સફળતા મળી છે. મોબાઈલ ચોરી કરતી ગેંગના 5 શખ્સોને ઝડપી પાડ્યા છે. મોબાઈલ ચોર ટોળકી પાસેથી 200 મોબાઈલ મળ્યા છે. 200 મોબાઈલમાં સ્ટેડિયમમાંથી ચોરી થયેલા 50 ફોનનો સમાવેશ થાય છે.
ચોર ટોળકી પાસેથી મળેલા મોબાઈલોની કિંમત 1 કરોડ જેટલી છે. પોલીસે IMEI નંબર ટ્રેસમાં મુકીને ચોર ગેંગને ઝડપી પાડી છે. સ્ટેડિયમમાંથી જે મોબાઇલ ચોરાયા છે તે પૈકી કેટલાક ફોન લાખોની કિંમતના હતા. એક લાખ રુપિયાથી વધુના મોબાઇલ ચોરીની એક FIR નીચે દર્શાવેલી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…