Vadodara Video : વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી, મહિલાઓએ કર્યો ઉગ્ર વિરોધ

|

Sep 20, 2024 | 5:05 PM

ચોમાસામાં પણ વડોદરાના કેટલાક વિસ્તારોમાં પાણી ન આવતી હોવાની ઘટના સામે આવી છે. વડોદરાના વુડામાં આવતી 11 જેટલી સોસાયટીમાં પાણી ન આવતા લોકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર થયા છે.

ચોમાસામાં પણ વડોદરાના કેટલાક વિસ્તારોમાં પાણી ન આવતી હોવાની ઘટના સામે આવી છે. વડોદરાના વુડામાં આવતી 11 જેટલી સોસાયટીમાં પાણી ન આવતા લોકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર થયા છે. 11 સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને મુશ્કેલી થઈ રહી છે. જેના પગલે આજવા રોડની અનંતા સોસાયટીની મહિલાઓએ વિરોધ કર્યો છે.

પાણી આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 1 લાખની વસ્તી સામે ફક્ત 5MLD પાણી મળી રહ્યું છે. પાણી પુરવઠાએ પ્રોજેક્ટ વુડાને સોંપ્યો હોવા છતા પાણી ન અપાતુ હોવાનો દાવો છે. તેમજ લોકો પાણીનું મહિને અલગ બજેટ કાઢવા મજબૂર બન્યા છે.

કડીના રાજપુરમાં બોરમાંથી નીકળ્યુ લાલ પાણી

બીજી તરફ મહેસાણામાં કડીના રાજપુરમાં લાલ પાણી આવતા ખેડૂતો પરેશાન જોવા મળ્યા છે. જોકે બોરમાંથી વર્ષોથી લાલ પાણી આવતુ હોવાનો દાવો કરાયો છે. રાજપુરના મુસ્લિમપુરામાં વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી લાલ પાણી વધારે પ્રમાણમાં આવતુ હોવાનું દાવો કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટના મામલે પોલ્યુશન વિભાગને જાણ કરાઈ છે. પોલ્યુશન અધિકારીએ સ્થળ મુલાકાત કરી પાણીના સેમ્પલ લીધા છે. કેમિકલ ફેકટરીઓ ભૂગર્ભમાં વેસ્ટ કેમિકલ ઉતારતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજપુરમાં આવેલી કેમિકલ ફેકટરીઓમાં તપાસ કરવાની સ્થાનિકોએ માગ કરી છે.

Next Video