Rajkot : પક્ષી પ્રેમીઓની અનોખી સેવા, પાણીના કુંડાઓમાં રોજ ઠાલવે છે 100 કિલોથી વધારે બરફ

|

May 04, 2022 | 9:56 AM

છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ગરમીનો (Heatwave) પારો વધી રહ્યો છે, ત્યારે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓ પણ ઠંડુ પાણી પી ને સંતોષ મેળવે એવા આશયથી આ સેવા કરવામાં આવી રહી છે.

છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો(Heatwave)  પારો વધી રહ્યો છે.જેને કારણે માણસો સહિત અબોલ પ્રાણીઓની સ્થિતિ પણ કથળી રહી છે.રાજકોટમાં (Rajkot) પક્ષી પ્રેમીઓ (Bird Lover) દ્વારા અનોખો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. પક્ષીઓના પાણી પીવાના કુંડા ચબૂતરામાં શહેરના બે પક્ષીપ્રેમીઓ દ્વારા રોજ 100 કિલોથી વધારે બરફ ઠાલવવામાં આવે છે. કાળઝાળ ગરમીમાં પક્ષીઓ પણ ઠંડુ પાણી પી ને સંતોષ મેળવે એવા આશયથી આ સેવા કરવામાં આવી રહી છે.

મંગળવારે ગરમીથી લોકોને આંશિક રાહત થઈ

ગુજરાતમાં (Gujarat) ગરમીના પ્રમાણમાં મંગળવારે ઘટાડો નોંધાયો છે. જેમાં રાજ્યના 9 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. જેમાં અમદાવાદ અને રાજકોટમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. અમદાવાદમાં 41.3 ડિગ્રી, રાજકોટમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તેમજ અમરેલીમાં 40.8 ડિગ્રી, વડોદરામાં 40 ડિગ્રી, ભાવનગરમાં 40.4 ડિગ્રી, ડીસામાં 40.2 ડિગ્રી, ગાંધીનગરમાં 40 ડિગ્રી, કંડલામાં 40.4 ડિગ્રી અને પાટણમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

જો કે આ દરમ્યાન હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત ગુજરાતવાસીઓને હજુ ગરમીથી રાહત નહી મળે શકે.અમદાવાદ (Ahmedabad) શહેરમાં આગામી પાંચ દિવસ સુધી કાળઝાળ ગરમી પડશે. જેમાં ચાર દિવસ સુધી તાપમાન 43 ડિગ્રી રહેશે.જેને લઈને લોકોને આકરા તાપનો સામનો કરવો પડશે.43 ડિગ્રીથી વધુ તાપમાન વધવાની શકયતાને પગલે હવામાન વિભાગે યલો એલર્ટની આગાહી કરી છે.ઉલ્લેખનીય છે કે, એપ્રિલના છેલ્લા અઠવાડિયાથી લોકો ગરમીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ બન્યા છે.જે માર્ગો પર વાહનોની કતારો જોવા મળતી હતી ત્યાં એકલદોકલ વાહનો નજરે પડયા હતા.

Next Video