Gujarati video : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 50 દિવ્યાંગજનોએ IPL મેચનો લીધો લ્હાવો, BCCI સેક્રેટરી જય શાહે મોકલાવી હતી ટિકિટ

Gujarati video : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 50 દિવ્યાંગજનોએ IPL મેચનો લીધો લ્હાવો, BCCI સેક્રેટરી જય શાહે મોકલાવી હતી ટિકિટ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2023 | 12:28 PM

સોમવારે IPL મેચનો રોમાંચક મુકાબલો જોવા મળ્યો. સોમવારે અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર થઈ હતી.

અમદાવાદમાં (Ahmedabad) સોમવારે IPL મેચનો રોમાંચક મુકાબલો જોવા મળ્યો. સોમવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર થઈ હતી. ત્યારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ IPL મેચ નિહાળવાનો લ્હાવો સોમવારે 15 મેના રોજ કેટલાક દિવ્યાંગજનોએ પણ લીધો હતો.

50 જેટલા દિવ્યાંગજનોએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL મેચ નિહાળી હતી. BCCI સેક્રેટરી જય શાહે દિવ્યાંગજનોને ટિકિટ મોકલાવી હતી. ગુજરાત અને હૈદરાબાદ વચ્ચેની મેચને દિવ્યાંગજનોને હળવા મૂડમાં માણી હતી.

આ પણ વાંચો-Gujarati Video : રાજકોટના આટકોટ વિસ્તારમાં પાક નુકસાનીનો સરવે, વિસ્તરણ અધિકારીએ તપાસ હાથ ધરી

મહત્વનું છે કે સોમવારે આ મેચમાં હૈદરાબાદના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ગુજરાતની ટીમને ઘર આંગણે પ્રથમ બેટિંગ કરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. હૈદરાબાદના બોલર્સે ગુજરાતના બેટર્સને પરેશાન કરી દીધા હતા. હૈદરાબાદ સામે પાંચ એવા બેટર નોંધાયા હતા કે, જે બેટિંગ કરવા મેદાને તો ઉતર્યા હતા, પરંતુ ખાતુ ખોલાવી શક્યા નહોતા. જોકે ગિલની સદીના દમ પર ગુજરાતે પડકારજનક સ્કોર ખડક્યો હતો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">