અરવલ્લી જિલ્લામાં ત્રણ ડેમ-જળાશયમાં નવા પાણીની આવક નોંધાઈ છે. નવા પાણીની આવક જળાશયોમાં થવાને લઈ સ્થાનિક ખેડૂતોમાં આનંદ છવાયો છે. ઉપરવાસ રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં નવા પાણીની આવક થઈ હતી. શામળાજીના મેશ્વો, મોડાસાના માઝમ ડેમ અને માલપુરના વાત્રક ડેમમાં પાણીની નવી આવક નોંધાઈ હતી.
જળાશયમાં બુધવારે સવારે જળસપાટી 127.71 મીટર હતી. જ્યારે જળ જથ્થો 30.45 MCM હતો. જેમાં શુક્રવારે સવારે 9 કલાકે જળસપાટી 128.10 મીટર, જ્યારે જળ જથ્થો 32.86 MCM નોંધાયો હતો.
શામળાજી પાસે આવેલ આ જળશાયમાં ગુરુવારે સવારે 7 કલાકે જળસપાટી 204.68 મીટર અને જળ જથ્થો 7.95 MCM હતો. જે શુક્રવારે સવારે 9 કલાક દરમિયાન જળસપાટી 206.07 મીટર પર પહોંચી છે. જ્યારે જળ જથ્થો 11.74 MCM નોંધાયો છે. આમ મેશ્વોમાં જળ સપાટી સવા મીટર કરતા વધારે નોંધાઈ છે.
મોડાસા નજીક આવેલ માઝમ ડેમમાં પણ છેલ્લા ત્રણેક દિવસ દરમિયાન પાણીની આવક નોંધાઈ હતી. જેની જળસપાટી ગત મંગળવારે સવારે 7 કલાકે 150.18 મીટર નોંધાઈ હતી. જે શુક્રવારે સવારે 9 કલાકે 151.05 મીટર નોંધાઈ છે. જોકે ડેમમાં જળ જથ્થો 16.24 ટકા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો