મેઘરજમાં ખુલ્લી ગટરમાં બાળક ખાબક્યુ, ચીસાચીસ કરતા આસપાસના લોકોએ દોડી આવી બચાવ્યો

|

Nov 07, 2023 | 7:57 PM

અરવલ્લી જિલ્લાના મેઘરજમાં એક ગટરમાં બાળક પડી જવાની ઘટના સર્જાઈ હતી. મેઘરજમાં ગટરના ઢાંકણા લગાવવાને લઈ બેદરકારીને લઈ લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે, ત્યાં જ માસૂમ બાળક પડવાની ઘટનાને લઈ આક્રોશ વર્તાયો હતો. આસપાસમાં રહેલા લોકો દોડી આવતા બાળકને બહાર નિકાળીને બચાવી લેવામાં સફળતા મળી હતી.

મેઘરજ શહેરમાં આવેલા પંચાલ રોડ પર બાળક ગટરમાં ખાબકવાની ઘટના સર્જાઈ હતી. ઈન્દિરા નગર પાસે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા ડ્રેનેજ લાઈનનુ ખોદકામ કરવામાં આવ્યુ હતુ. પરંતુ ત્યાર બાદ આ લાઈનને ઢાંકવાને લઈ બેદરકારી દાખવવામાં આવી હતી. આ મામલે સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ પગલા લેવામાં આવ્યા નહોતા.

આ પણ વાંચોઃ અરવલ્લીની ગૂમ સગીરાનો 4 વર્ષે ભેદ ઉકેલાયો, હત્યા કરી લાશ ભાદર નદીમાં ફેંકી દીધી, 7ની ધરપકડ

જોકે આ દરમિયાન હવે આ ઘટનાને લઈ લોકોમાં આક્રોશ ફેલાયો છે. માસૂમ બાળક ખૂલ્લી ડ્રેનેજ લાઈન જે કચરા અને ગંદા પાણીથી ભરેલી છે તેમાં ખાબક્યો હતો. બાળકની ચીસાચીસને લઈ આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને તેને બહાર નિકાળવામાં આવ્યો હતો. રાત્રી દરમિયાન બનેલ આ ઘટનામાં રખેને મોડુ થયુ હોતો તો બાળકને માથે મોટી ઘાત સર્જાઈ ગઈ હોત. પરંતુ સ્થાનિકોએ સમય સાથે મદદ માટે દોડી જતા ઘાત ટળી હતી.

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video