ARVALLI : બાયડના અપક્ષ ધારાસભ્યે TDO વિરુદ્ધ કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ, જુઓ Video
બાયડ TDO વિરુદ્ધ અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ગાંધીનગર આવીને અધિકારીના ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરી છે. ધારાસભ્યએ પ્રધાન બચુ ખાબડને પત્ર લખી અધિકારી વિરુદ્ધ પગલાં લેવા માગ કરી છે.
બાયડ TDO પી.ટી.પાયગોડે, પોતાના મળતિયાઓને લાભ અપાવવા કામગીરી કરી રહ્યા છે. તેવા આક્ષેપ બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કર્યા છે. ધવલસિંહ ઝાલાએ ગાંધીનગર આવીને અધિકારીના ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરી છે. ધારાસભ્યએ પ્રધાન બચુભાઈ ખાબડને પત્ર લખી અધિકારી વિરુદ્ધ પગલાં લેવા માગ પણ કરી છે. પી.ટી.પાયગોડેએ પોર્ટર પર ઓનલાઇન બીડિંગની કામગીરીમાં મોટુ કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. તથા સભ્યોની રાતોરાત સહીઓ કરાવી હોવાનો પણ ધારસભ્યએ આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો : Arvalli : ભિલોડાના ભુતાવડ ગામે પ્રેમલગ્ન મુદ્દે યુવકના પરિવારને સજા,ગામની બહાર રહેવા કર્યા મજબૂર
તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લો અલગ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ નવા જિલ્લામાં 6 તાલુકાઓ અમલમાં આવ્યા હતા. જેમાં મુખ્ય મથક મોડાસા, ધનસુરા, બાયડ, માલપુર, મેઘરજ અને ભિલોડા તાલુકાનો સમાવેશ થાય છે. હવે સ્થાનિક ધારાસભ્ય દ્વારા સાઠંબા તાલુકાની માંગ કરવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
