મેઘરજમાં 5 શિક્ષકોએ મહિલા કર્મચારી પર ત્રાસ ગુજાર્યાના આક્ષેપ, કરી લેખિત ફરિયાદ
મેઘરજ તાલુકા પંચાયતના શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા હંગામી મહિલા કર્મચારી પર પાંચ શિક્ષકો માનસિક ત્રાસ ગુજારતા હોવાની ફરિયાદ ઉઠી છે. મહિલા કર્મચારીએ આ મામલે ઉચ્ચ અધિકારીઓને લેખિત ફરિયાદ કરી છે. સાથે જ લખ્યુ છે કે, તેની સાથે કંઇ પણ અજૂગતુ ઘટશે તો, એ માટે આ પાંચ શિક્ષકો જવાબદાર હશે. આ પ્રકારના ગંભીર આક્ષેપો સાથેની ફરિચાદને પગલે જિલ્લામાં ખળભળાટ મચ્યો છે.
અરવલ્લી જિલ્લામાં આઉટ સોર્સથી ફરજ બજાવતી મહિલા કર્મીએ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદો કરી છે. મહિલા કર્મચારી પર ખોટી રીતે દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તેમની ફરિયાદ મુજબ પાંચ શિક્ષકો કે જે પ્રાથમિક શિક્ષણ વિભાગમાં નેતા તરીકે પ્રસ્થાપિત થવા માટે થઇને સ્થાનિક શિક્ષણ વિભાગના તમામ કામ અંગે કચેરીમાંથી તેમને જણાવવામાં આવે. આ માટે તેઓએ ખોટી રીતે દબાણ કરીને પરેશાન કરી મુકતા આખરે મહિલા કર્મચારીએ ફરિયાદ કરી છે.
આ પણ વાંચો: સાબરકાંઠા લોકસભા બેઠક માટે તંત્ર સજ્જ, ક્લેકટરે જાહેર કરી સંપૂર્ણ વિગતો, જાણો
ગંભીર આક્ષેપો સાથેની લેખિત ફરિયાદ મહિલા આયોગ સહિત જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ વિભાગને પણ મોકલવામાં આવી છે. અરજીમાં પાંચેય શિક્ષકોના નામ અને તેમના ત્રાસ ગુજારવાના વર્તનને પણ જણાવવામાં આવ્યુ છે અને તેમની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. સાથે જ મહિલાએ માનસિક ત્રાસને લઈને તેમની સાથે કોઇ અજૂગતુ બને તો તેની જવાબદારી પણ આ શિક્ષકોની રહેશે એમ પણ જણાવ્યુ છે.