મહેસાણાના કડીમાં હાલ વિરાટ હિંદુ સંમેલન યોજાયુ છે. આ સંમેલનમાં BAPS ના સંત અપૂર્વ મુનિએ ભારતની સાચી જીત શું છે તેના પર સૂચક નિવેદન કર્યુ છે. અપૂર્વ મુનિએ જણાવ્યુ કે ભારતની સાચી જીત એ પાકિસ્તાન સામેના 10 થી 15 લોકો સામેની જીત તો ખરીજ પરંતુ ઓપરેશન સિંદૂર એ ખરી મોટી જીત છે. આ સાથે તેમણે ભારત અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ મુદ્દે પણ સૂચક વાત કરતા કહ્યુ કે 50 ટકામાંથી 18 ટકા ટેરિફ પર આવે તે ભારતની જીત છે. તો બીજી તરફ યુરોપિયન સાથે ભારતે તાજેતરમાં કરેલી મધર ઓફ ઓલ ડિલ્સને પણ તેમણે મજબૂત ભારતની તાકાત ગણાવી છે.
પાકિસ્તાનના 11 જણા કે 15 જણા સામેની જીત એ તો જીત છે જ, રાજી થવુ જોઈએ હું ના નથી પાડતો, પરંતુ ભારતની સાચી જીત એ ખાલી ક્રિકેટની જીત નથી. ઓપરેશન સિંદૂર એ આપણી જીત છે. ભારતની સાચી જીત એ 50% માંથી 18% ટેરિફ આવે એ છે. ભારતની સાચી જીત એ યુરોપ સાથે Mother Of deal છે.
ઉલ્લેખનીય છે કે હજુ ગયા રવિવારે (12 Feb) એ જ ભારત પાકિસ્તાન સામેની ટી-20 વર્લ્ડ કપની મેચ રમાઈ હતી. જેમા ભારતે પાકિસ્તાનને શરમજનક સ્થિતિમં મુક્યુ હતુ. તેનો ઉલ્લેખ પણ અપૂર્વમુનિ એ તેમના આજના વિરાટ હિંદુ સંમેલનના વક્તવ્યમાં કર્યો હતો.
Input Credit- Manish Mistri- Mehsana
Published On - 8:09 pm, Thu, 19 February 26