Gujarati Video : ગુજરાતમાં આગામી 48 કલાકમાં સામાન્ય વરસાદની વકી, ઠંડીનો પારો ગગડવાની આગાહી

|

Jan 29, 2023 | 11:29 PM

Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 48 કલાકમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે આગામી પાંચ દિવસ ઠંડીનો પારો ગગડશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તાપમાનનો પારો ત્રણથી પાંચ ડિગ્રી ગગડશે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરશિયાળે વરસાદી માહોલ છવાયો છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભરશિયાળામાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં 48 કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાથે આગામી પાંચ દિવસમાં ઠંડીનો પારો પણ ગગડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 48 કલાકમાં તાપમાનનો પારો ત્રણથી પાંચ ડિગ્રી ગગડશે. એટલે કે આગામી બે દિવસમાં ગુજરાતમાં ઠંડીનું જોર વધશે.

ઘઉં, ડુંગળી, મકાઈ, ચણાનો પાક પલળી ગયો

હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમજ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા. માવઠાના પગલે ખેડૂતોએ વાવેતર કરેલા ઉભા પાકને નુકસાન થયું હતું. ઘઉં, બાજરી, મકાઈ, ચણા, શાકભાજી સહિત ઘાસચારાને નુકસાન થવાની સંભાવના છે. આ તરફ ભરૂચના કાવી ગામે કમોસમી વરસાદ પડયો. બીજી તરફ અરવલ્લીના મોડાસામાં વરસાદી માહોલ છવાતા શિયાળુ પાકને ભારે નુકસાન થયું છે. માવઠાના પગલે તમાકુ, કપાસ, ડાંગર સહિતના ઉભા પાકને ભારે નુકસાન થયું છે.

આ પણ વાંચો: રાજકોટ સહિત રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ, જગતના તાતની વધી મુશ્કેલી

મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં

રાજકોટ તેમજ ભાવનગરમાં પણ વહેલી સવારે માવઠાની આગાહી વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો અને અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી શહેરમાં પાણી પાણી થઈ ગયા હતા. તો વડોદરાના સાવલી તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા સાથે વરસાદ પડતા ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો : Gujarati Video : મહેસાણામાં માવઠાથી ખેતરમાં ઉભા પાકને નુકશાન, ખેડૂતોની ચિંતા વધી

Next Video